For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ 19: IAFનુ વિમાન ચિકિત્સા ઉપકરણ લઈને માલદીવ માટે થશે રવાના

ભારતીય વાયુસેનાનુ વિમાન નોબેલ કોરોના વાયરસના પ્રકોપ સામે લડાઈમાં મદદ કરવા માટે ચિકિત્સા ઉપકરણ અને અન્ય આપૂર્તિ લઈને માલદીવ માટે રવના થશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાનુ વિમાન નોબેલ કોરોના વાયરસના પ્રકોપ સામે લડાઈમાં મદદ કરવા માટે ચિકિત્સા ઉપકરણ અને અન્ય આપૂર્તિ લઈને માલદીવ માટે રવના થશે. સૂત્રો મુજબ ભારતીય વાયુસેનાનુ સી-130જે સુપર હરક્યુલસ ટ્રાન્સપોર્ટ વિમાન ચિકિત્સા ઉપકરણ અને અન્ય આપૂર્તિ સાથે માલદીવ માટે ઉડાન ભરશે. ભારત સરકાર દ્વારા આ સામગ્રી કોરોના વાયરસ સામે લડાઈમાં પોતાના પડોશી દેશની મદદ માટે મોકલવામાં આવી રહી છે.

flight

ભારતીય વાયુસેનાના સૂત્રોએ પણ કહ્યુ કે વધુ એક વિમાનને નેપાળ માટે આપૂર્તિ પહોંચાડી દીધી છે. ગોરખપુર એરપોર્ટથી આ આપૂર્તિ ભારતયી સેનાના જવાન નેપાળના અધિકારીઓને સોંપશે. વધુ એક સી-130જે વિમાનને જમ્મુ કાશ્મીર માટે એન-95 માસ્ક અને ડૉક્ટરો-ચિકિત્સા કર્મચારીઓ માટે પ્રોટેક્શન કિટ સહિત 2.5 ટનથી વધુ આપૂર્તિ સાથે મુંબઈથી ઉડાન ભરી છે. દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યા બાદ ભારતીય સેના પણ એલર્ટ છે. યુદ્ધપોત પણ કોઈ પણ રીતની સ્થિતિમાં તૈનાતી માટે એલર્ટ પર છે. બુધવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કોરોના વાયરસના કારણે સેનાની તૈયારીનુ નિરીક્ષણ કર્યુ હતુ. સેનાના 8500 ડૉક્ટર કોઈ પણ પ્રકારની ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

કોરોના વાયરસનો સામનો કરવા માટે વાયુસેના અને નૌસેનાના નાના ડૉનિયર વિમાનને ફણ સપ્લાઈથી મોરચા પર લગાવી રાખ્યા છે. આ બંને સેનાઓ મેડીકલ ટીમ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહેલ સેમ્પલને તાત્કાલિક યોગ્ય જગ્યાએ પહોંચાડવાનુ કામ કરી રહી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1965 થઈ ગઈ છે, આમાં 151 સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં ખતરનાક કોરોના વાયરસથી અત્યાર સુધી 50 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ કોવિડ 19: પ્રધાનમંત્રી મોદીની સલાહ, હું વર્ષોથી કરી રહ્યો છુ, તમે પણ આ કરોઆ પણ વાંચોઃ કોવિડ 19: પ્રધાનમંત્રી મોદીની સલાહ, હું વર્ષોથી કરી રહ્યો છુ, તમે પણ આ કરો

English summary
coronavirus: IAF flight to deliver medical equipment to the Maldives to help the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X