કોરોના વાયરસ વિશે પીએમ મોદીઃ હાલમાં કોઈ મંત્રી વિદેશ યાત્રા નહિ કરે, દેશવાસીઓ પણ બચે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસના જોખમને જોતા સાવચેતી રાખવાની અપીલ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસના જોખમને જોતા સાવચેતી રાખવાની અપીલ કરી છે. ગુરુવારે પ્રધાનમંત્રી તરફથી કરાયેલ ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે ગભરાશો નહિ પરંતુ સાવચેત જરૂર રહો. તેમણે જણાવ્યુ કે આવનારા અમુક દિવસો સુધી કેન્દ્ર સરકારના કોઈ મંત્રી વિદેશ યાત્રાએ નહિ જાય. દેશના બીજા લોકો પણ કોશિશ કરો કે વિદેશ યાત્રાઓ પર ન જાય. સાથે સમૂહમાં ભેગા થવાથી પણ બચો. વધુ એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યુ, કોરોના વાયરસના કારણે સ્થિતિ વિશે સરકાર સંપૂર્ણપણે સતર્ક છે. બધા મંત્રાલયો અને રાજ્યોમાં, બધાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા છે. અલગ અલગ રીતે આને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. આમાં વિઝા સસ્પેન્શનથી માંડી આરોગ્ય સેવા ક્ષમતા વધારવા સુધી શામેલ છે.

pm modi

આરોગ્ય મંત્રાલય તરફથી પણ ગુરુવારે કોરોના વાયરસ પર પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે જણાવ્યુ કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 73 પૉઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે જેમાંથી 56 ભારતીય છે અને 17 વિદેશી (ઈટલી અને કેનાડા) છે. ભારતમાં આ વાયરસના લોકોમાં એકબીજામાં ફેલાવાના કેસ નથી. અગ્રવાલે જણાવ્યુ કે 948 લોકોને વિદેશોથી ભારત લાવવામાં આવ્યા છે. ભારતીયોની સંક્રમિત દેશોની બનજરૂરી યાત્રા પર રોક લગાવવામાં આવી છે. ભારત સરકારે અત્યાર સુધી માલદીવ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, અમેરિકા, મેડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુ સહિત 48 અન્ય દેશોથી 900 ભારતીય નાગરિકોને કાઢ્યા છે.

વળી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ એ કહ્યુ છે કે કોરોન વાયરસની વેક્સીન આવવામાં ઓછામાં ઓછામાં દોઢથી બે વર્ષ લાગી જશે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 118,000થી વધુ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે અને 4,291 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ભારતીય આરોગ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 60 કેસોની પુષ્ટિ થઈ છે. સૌથી વધુ કેસ કેરળથી સામે આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X