For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં આજથી લૉકડાઉન જેવા પ્રતિબંધ, જાણો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લુ

મહારાષ્ટ્રમાં આવનારા 15 દિવસ સુધી કલમ 144 રહેશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાને કહેર બેકાબુ થઈ રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રની સરકારે મંગળવારે કોરોનાને અટકાવવા માટે નવા કડક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારની રાતે સાડા 8 વાગે રાજ્યને સંબોધિત કરીને એલાન કર્યુ છે કે આવનારા 15 દિવસ સુધી કલમ 144 રહેશે. તેમણે કહ્યુ કે લોકો કોઈ જરૂરી કામ વિના ઘરોમાંથી બહાર ના નીકળે. તેમણે જણાવ્યુ કે માત્ર જરૂરી સેવાઓ માટે છૂટ રહેશે. ઠાકરેએ કહ્યુ કે 14 એપ્રિલથી 15 દિવસ માટે રાતે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે.

mumbai sea link

જાણો શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ

  • આગલા 15 દિવસ માટે આખા રાજ્યમાં કામ વિના ફરવા પર પ્રતિંબંધ.
  • જરૂરી કામ હોવા પર જ ઘરોમાંથી નીકળવાનુ રહેશે.
  • જરૂરી સેવાઓને છોડીને રાજ્યમાં બધુ બંધ રહેશે.
  • લોકલ, બસો સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટના બધા સાધનો ખુલ્લા રહેશે.
  • ઈ-કૉમર્સ સર્વિસ ખુલ્લી રહેશે.
  • પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે.
  • બેંકોમાં પહેલાની જેમ કામ થતુ રહેશે.
  • હોટલ ટેક અવે અને હોમ ડિલિવરી કરી શકશે.કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા કામગારોની કંસ્ટ્રક્શન સાઈટો પાસે જ રહેવાની વ્યવસ્થા કરવાની રહેશે.

CBSEની પરીક્ષાઓ રદ કરે કેન્દ્ર સરકારઃ સીએમ કેજરીવાલCBSEની પરીક્ષાઓ રદ કરે કેન્દ્ર સરકારઃ સીએમ કેજરીવાલ

English summary
Coronavirus: New restrictions, article 144 in Maharashtra from today, Know what is allowed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X