For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ ક્વારંટાઈન સેન્ટરમાંથી પેશાબની બોટલો ભરીને ફેંકી રહ્યા છે જમાતી

દિલ્હીઃ ક્વારંટાઈન સેન્ટરમાંથી પેશાબની બોટલો ભરીને ફેંકી રહ્યા છે જમાતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાની મહામારીને રોકવા માટે દિલ્હી સહિત આખા દેશમાં યુદ્ધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, દિલ્હીના દ્વારકાના સેક્ટર 16બીના દિલ્હી સરકારના ક્વારંટાઈન સેન્ટરમાં યૂરિનથી ભરેલી બોટલો ફેંકી છે. ફ્લેટ નંબર 109થી 112માં રોકાયેલા જમાતીઓ પર પેશાબથી ભરેલી બોટલો ફેંકવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના કાલ (7 એપ્રિલ)ની સાંજનો છે. ફ્લેટની પાછળ પાણીના પમ્પ પાસેથી આ બોટલો મળી આવી છે. પેશાબ ફેંકીને કોરોના ફેલાવવાની કોશિશ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ક્વારંટાઈન સેન્ટરમાં તહેનાત સિવિલ વૉલિન્ટિયર્સે આ જાણકારી આપી. દિલ્હીના દ્વારકા નોર્થ પોલીસ સ્ટેશનમાં ક્વારંટાઈન સેન્ટરના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો છે.

અત્યાર સુધીમાં 124 લોકોના મોત

અત્યાર સુધીમાં 124 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનો ખતરો તેજીથી વધી રહ્યો છે. ભારતમા કોવિડ-19થી અત્યાર સુધીમાં 124 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 4789 લોકો સંક્રમિત છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર તાજા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 508 મામલા સામે આવ્યા છે, જયારે આ દરમિયાન 13 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

21 દિવસનું લૉકડાઉન

21 દિવસનું લૉકડાઉન

રાહતની વાત એ છે કે 33 લોકો ઈલાજ બાદ સ્વસ્થ થઈ પોતાના ઘરે પાછા જઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધતા મામલાને જોતા 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે અને આ 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન સૂત્રોએ એવા અહેવાલ આપ્યા છે કે કોરોનાના વધતા મામલાને જોતા સરકાર લૉકડાઉન વધારવા પર ફેસલો લઈ શકે છે.

લૉકડાઉન વધારવાની અપીલ

લૉકડાઉન વધારવાની અપીલ

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રાજ્યો અને વિશેષજ્ઞોએ કેન્દ્રથી લૉકડાઉન વધારવાની અપીલ કરી છે. દેશમાં સંક્રમણના સૌથી વધુ 868 મામલા મહારાષ્ટ્રમાં છે. જે બાદ તમિલનાડુમાં 621 અને દિલ્હીમાં 576 મામલા છે. તેલંગાણામાં સંક્રમિત લોકોની સંખ્યા 364, કેરળમાં 327, ઉત્તર પ્રદેશમાં 305 અને રાજસ્થાનમાં 288 છે. આંધ્ર પ્રદેશમાં કુલ 266 લોકો સંક્રમિત છે. મધ્ય પ્રદેશમાં સંક્રમણના મામવા વધીને 229, કર્ણાટકમાં 175 અને ગુજરાતમાં 165 થઈ ગયા છે.

Coronavirus: WHO અને ચીન પર વરસ્યા ટ્રમ્પ, હવે 9 એપ્રિલે સુરક્ષા પરિષદમાં ચર્ચા થશેCoronavirus: WHO અને ચીન પર વરસ્યા ટ્રમ્પ, હવે 9 એપ્રિલે સુરક્ષા પરિષદમાં ચર્ચા થશે

English summary
coronavirus outbreak urine bottle thrown in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X