ઑટો-ટેક્સી યુનિયનના નિર્ણયની PM મોદીએ કરી પ્રશંસા, કોરોના સામેની લડાઈને મળશે બળ
કોરોના વાયરસના ખતરાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જનતા કર્ફ્યુનો આહવાન કર્યુ છે. આ નિર્ણયને દિલ્લી ઑટો-ટેક્સી યુનિયેને સમર્થન કર્યુ છે.
કોરોના વાયરસના ખતરાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જનતા કર્ફ્યુનો આહવાન કર્યુ છે. આ નિર્ણયને દિલ્લી ઑટો-ટેક્સી યુનિયેને સમર્થન કર્યુ છે. યુનિયને રવિવારે ઑટો અને ટેક્સી ન ચલાવવાનુ એલાન કર્યુ છે. આ નિર્ણય પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે. મોદીએ આના પર ટ્વિટ કરી કહ્યુ દિલ્લીના ઑટો-ટેક્સી યુનિયનની આ પહેલથી કોરોના મહામારી સામે દેશવાસીઓની લડાઈને એક નવુ બળ મળશે.

જનતા કર્ફ્યુને સમર્થનમાં લીધો નિર્ણય
દિલ્લી ઑટો રિક્શા સંઘ, દિલ્લી પ્રદેશ ટેક્સી યુનિયન અને દિલ્લી ઑટો ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયને બધા ઑટો-ટેક્સી ડ્રાઈવરેને 22 માર્ચે જનતા કર્ફ્યુ સમયે રસ્તા પર ઑટો ટેક્સી ન ઉતારવા કહ્યુ છે. દિલ્લી ઑટો રિક્ષા સંઘના મહાસચિવ રાજેન્દ્ર સોની અને દિલ્લી ઑટો ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયનના અધ્યક્ષ કિશન વર્માનુ કહેવુ છે કે જે રીતે કોરોના વાયરસ પોતાનો પગ પસારી રહ્યુ છે તેને જોતા દિલ્લીના દરેક નાગરિકે સરકારના દિશા-નિર્દેશનોનુ પાલવ કરવુ જોઈએ. આ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મેટ્રો પણ રહેશે બંધ
દીલ્લી મેટ્રોએ પણ 22 માર્ચે સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રવિવારે દિલ્લીમાં મેટ્રો નહિ ચાલે. ગુરુવારે પીએમ મોદીએ દેશને નામ સંબોધનમાં જનતા કર્ફ્યુનુ આહવાન કર્યુ હતુ. રવિવારે લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા માટે કહ્યુ છે. કોરોનાના ખતરાના કારણે આમ કહેવામાં આવ્યુ છે.

ભારતમાં 258 કેસોની પુષ્ટિ
કોરોના વાયરસનો કહેર આખુ વિશ્વ સહન કરી રહ્યુ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. રાજસ્થાનમાં શનિવારે કોરોનાના 6 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં 5 કેસ ભીલવાડા અને એક જયપુરમાં સામે આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 258 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં ચાર લોકોના મોત થઈ ગયા છે. દેશની રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના 25 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમા સામે આવ્યા છે જ્યાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 52 થઈ ગઈ છે. જ્યારે યુપીમાં પણ કોરાના વાયરસ સંક્રમણના 23 કેસ સામે આવ્યા છે.












Click it and Unblock the Notifications
