કોરોનાના કેસોમાં રાહત યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 18132 નવા દર્દી, 21563 રિકવર

કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી ઘટાડો જોવા મળ્યો છે અને નવા કેસ 20 હજારથી નીચે નોંધવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી ઘટાડો જોવા મળ્યો છે અને નવા કેસ 20 હજારથી નીચે નોંધવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18,132 નવા કેસ મળ્યા છે જ્યારે 21,563 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 193 લોકોના મોત થયા છે. જો કે રાહતની એક મોટી વાત એ છે કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાથી સક્રિય કેસ સતત ઘટી રહ્યા છે અને હાલમાં આ આંકડો 2,27,347 સુધી પહોંચી ગયો છે.

corona case

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 3,32,93,478 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. વળી, અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ 95,19,84,373 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

કેરળમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક

જો કે દેશભરમાં ઘટી રહેલા કોરોના વાયરસના કેસો દરમિયાન કેરળમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કુલ 18,132 કેસોમાંથી 10,691 દર્દી માત્ર કેરળના છે. આ ઉપરાંત કેરળમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 85 લોકોના જીવ ગયા છે.

તહેવારોની સિઝનના કારણે આરોગ્ય મંત્રાલય એલર્ટ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ઘટતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારની સિઝન દરમિયાન લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે મિશન 100 ડે નામથી એક અભિયાન પણ શરૂ કર્યુ છે જેનો હેતુ તહેવારની સિઝનમાં લોકોને કોરોનાના જોખમ પ્રત્યે સાવચેત કરવાનો રહેશે. વાસ્તવમાં આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે તહેવારની સિઝનમાં સાર્વજનિક સ્થળોએ લોકોની ભીડ એકઠી થાય છે જેમાં કોરોનાના સંક્રમણથી જોખમ વધી શકે છે.

ગુજરાતમાં રવિવારે 8.58 લાખથી વધુ લોકોને કોવિડ-19ની રસી અપાઈ

ગુજરાતમાં રવિવારે વધુ 18 લોકોના કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મહામારીના કુલ કેસોની સંખ્યા વધીને 8,26,141 સુધી પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યુ કે સંક્રમણથી કોઈ મોત ન થવાના કારણે મૃતકોની સંખ્યા 10,086 પર છે. તેમણે જણાવ્યુ કે રવિવારે 17 દર્દીઓને હૉસ્પિટલમાં રજા આપવામાં આવી જેનાથી સંક્રમણ મુક્ત થઈ ચૂકેલા લોકોની સંખ્યા 8,15,872 સુધી પહોંચી ગઈ છે.

ગુજરાતમાં કોવિડ-19ના 183 દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે અને આમાંથી પાંચ દર્દીઓની સ્થિતિ ગંભીર છે. ગુજરાતમાં રવિવારે 8.58 લાખથી વધુ લોકોને કોવિડ-19ની રસીનો ડોઝ આપવાાં આવ્યો. આ સાથે જ રાજ્યમાં પ્રશાસને અત્યાર સુધી 6.50 કરોડથી વધુનો રસીનો ડોઝ આપી દીધો છે. વિભાગે જણાવ્યુ કે જિલ્લાના આધારે અમદાવાદ અને સુરતમાં કોવિડ1-9ના છ નવા કેસ આવ્યા. વલસાડમાં ચાર અને વડોદરામાં બે નવા કેસ આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X