ફરીથી વધ્યુ કોરોનાનુ જોખમ, 24 કલાકમાં મળ્યા 18987 નવા દર્દી, 246 લોકોના મોત

કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં સતત બીજા દિવસે વધારો થયો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં સતત બીજા દિવસે વધારો થયો છે અને નવા દર્દીઓની સંખ્યા 18 હજારથી ઉપર નોંધવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનના વાયરસના 18987 નવા કેસ મળ્યા છે જ્યારે 246 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 19808 દર્દી રિકવર થયા છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 3,40,20,730 અને મૃતકોની સંખ્યા 4,51,435 થઈ ગઈ છે.

Coronavirus

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા એક દિવસની અંદર કોરોના વાયરસના કેસોમાં સીધો 20 ટકાનો વધારો થયો છે. જો કે, દૈનિક કેસોમાં વધારા છતાં રાહતની એક વાત એ છે કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશભરમાં કોરોના વાયરસથી 3,33,62,709 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

સક્રિય કેસ ઘટીને થયા 2,06,586

વળી, રિકવરી રેટ વધવાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે અને હાલમાં આ આંકડો ઘટીને 2,06,586 થઈ ગયો છે. આ ઉપરાંત દેશભરમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ 96,82,20,997 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આમાંથી 35,66,347 રસી છેલ્લા 24 કલાકમાં લગાવવામાં આવી છે.

કેરળમાં સ્થિતિ ફરીથી ચિંતાજનક, મળ્યા 11000થી વધુ કેસ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના દૈનિક કેસો હજુ પણ કેરળમાં સૌથી વધુ છે. કેરળમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 11079 કેસ મળ્યા છે. કેરળ ઉપરાંત જે ચાર રાજ્યોમાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દી મળ્યા છે, તેમાં મહારાષ્ટ્ર(2219 કેસ), તમિલનાડુ(1280 કેસ), મિઝોરમ(1028 કેસ) અને પશ્ચિમ બંગાળ(771 કેસ) શામેલ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના કારણે 123 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X