Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 259170 નવા કેસ, 1761 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2,59,170 નવા કેસ સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2,59,170 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,53,21,089 થઈ ગઈ છે. વળી, 24 કલાકમાં 1761 કોરોના દર્દીઓએ દમ તોડી દીધો છે ત્યારબાદ કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,80,530 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 20,31,977 છે જ્યારે 1,31,,08,582 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ઘરે આવી ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 12,71,29,113 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.

100 દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર

100 દિવસ સુધી ચાલશે કોરોનાની બીજી લહેર

ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આગલા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 વસ્તીનુ રસીકરણ નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને હેરાન કરશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ જ્યારે દેશમાં 70 ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેરો ઓછી થશે.

હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો લગાવી શકશે રસી

હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો લગાવી શકશે રસી

કોરોના વાયરસ રસીકરણ વિશે કેન્દ્ર સરકારે સોમવારે મોટુ એલાન કર્યુ છે. એક મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે જેમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો કોરોના વેક્સીન લગાવી શકશે. તમને જણાવી દઈએ કે વેક્સીનના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી. ત્યારબાદ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી મૂકવામાં આવી હતી. હાલમાં દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી રહી છે જે રસીકરણનો બીજો તબક્કો છે.

વેક્સીન વિશે જૈવ-પ્રોદ્યોગિક વિભાગનુ મોટુ નિવેદન

વેક્સીન વિશે જૈવ-પ્રોદ્યોગિક વિભાગનુ મોટુ નિવેદન

ઘણા રાજ્યોએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે કે તેમની પાસે વેક્સીનની અછત છે અને સરકાર તેમના પર ધ્યાન નથી આપી રહી. વળી, જૈવ-પ્રોદ્યોગિકી વિભાગે મીડિયાને માહિતી આપી છે કે કોવેક્સીનના ઉત્પાદનમાં તેજી લાવવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં અમે દર મહિને 100 મિલિયન એટલે કે 10 કરોડ ડોઝ તૈયાર કરી લઈશુ અને અમે મે-જૂન સુધી પ્રોડક્શન ડબલ કરી લઈશુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X