Coronavirus Update: કોરોના કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આવ્યા 25,404 નવા કેસ, 339 લોકોના મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,404 નવા કેસ સામે આવ્યા છે અને 339 લોકોના મોત થયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં નવા કોવિડ-19 કેસોમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. વળી, કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો તેની સંખ્યા 3,62,207 છે. રિકવરી રેટ 97.58 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 37,127 લોકો કોરોનાથી રિકવર થયા પછી કોરોનાથી રિકવર થનાર લોકોની કુલ સંખયા 3,24,84,159 થઈ ગઈ છે.

coronavirus

છેલ્લા 24 કલાકમાં 78,66,950 લોકોની રસીકરણ થયુ છે. વળી, અત્યાર સુધી કુલ 75,22,38,324 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યુ કે આ વર્ષે જાન્યુઆરીમાં દેશ વ્યાપી અભિયાનની શરૂઆત બાદથી ભારતમાં 75 કરોડથી વધુ કોવિડ વેક્સીન ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. આ ગતિએ જો ડોઝ લગાવાતો રહ્યો તો ડિસેમ્બર સુધી દેશની 43 ટકા વસ્તીનુ રસીકરણ થઈ શકે છે. મહામારીની ત્રીજી લહેરને રોકવા માટે ભારત વર્ષના અંત સુધી 60 ટકા વસ્તીને રસીનો બંને ડોઝ લગાવી દેવા માંગે છે.

સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદ્દાખ અને લક્ષદ્વીપમાં બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.07 ટકા છે. વળી, દૈનિક પૉઝિટિવિટી રેટ 1.78 ટકા છે. દિલ્લીમાં કોરોના વાયરસનુ સંક્રમણ હાલમાં કાબુમાં છે. સોમવારે સતત છઠ્ઠા દિવસે કોરોનાથી કોઈ દર્દીનુ મોત થયુ નથી. દિલ્લીમાં કોરોના મોતનો આંકડો 25,083 પર સ્થિર છે. વળી, છેલ્લા 24 કલકામાં દિલ્લીમાં 17 નવા કોરોના કેસ સામે આવ્યા. સક્રિય દર્દીઓની સંખ્યા 377 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 14,38,250 છે.

લાન્સેટ પત્રિકા દ્વારા જાહેર કરાયેલ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલની સ્થિતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી કારણકે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમમાં પણ અસરકારક સાબિત થઈ રહી છે એવામાં કોઈ કોવિડ વેક્સીન બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X