For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો, 24 કલાકમાં 3.68 લાખ નવા કેસ અને 3417 મોત

દેશમાં હાલમાં કોરોનાના દૈનિક કેસોમાં સતત બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અટકવાનુ નામ નથી લઈ રહી. હાલમાં દૈનિક કેસોમાં સતત બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે(3 મે) છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3,68,147 નવા કેસ સામે આવ્યા છે અને 3417 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જો કે 3,00,732 લોકો કોરોનાથી રિકવર પણ થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 2,18,959 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 34,13,642 છે. વળી, ડિસ્ચાર્જ અને રિકવર થયેલા કેસોની કુલ સંખ્યા 16,29,303 છે. કોરોનાના કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા દેશમાં 1,99,25,604 થઈ ગઈ છે. દેશમાં હાલમાં 15,71,98,207 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે.

corona

જાણો કોરોનાથી પ્રભાવિત બીજા રાજ્યોની સ્થિતિ

દિલ્લીમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં 20,394 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને 407 મોત થયા છે. દિલ્લીમાં 92,290 સક્રિય દર્દી છે. દિલ્લીમાં અત્યાર સુધી કોરોનાથી 16,966 લોકોના મોત થઈ ચૂક્યા છે.

વળી, મહારાષ્ટ્રમાં 56,647 નવા કેસ સામે આવ્યા છે અને 669 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 51,356 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં 6,68,353 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં કોવિડથી અત્યાર સુધી 70,284 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, મુંબઈમાં 3672 નવા કોવિડ કેસ સામે આવ્યા છે અને 79 મોત થયા છે. મુંબઈમાં સક્રિય કેસ 57,342 છે અને અત્યાર સુધી અહીં 13,330 લોકોના મોત થયા છે.

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 37,733 નવા કોવિડ કેસ મળ્યા છે અને 217 લોકોના મોત થયા છે. વળી, 21,149 લોકો રિકવર થયા છે. રાજ્યમાં હાલમાં 4,21,436 સક્રિય કેસ છે અને કુલ રિકવર થયેલા કેસોની સંખ્યા 11,64,398 છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 16,011 લોકોના મોત થઈ ચૂક્યા છે.

વળી, ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 30,983 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 290 લોકોના મોત થયા છે. યુપીમાં કોરોનાથી અત્યાર સુધી 13,162 લોકોના મોત થયા છે. રાજ્યમાં 2,95,752 સક્રિય દર્દીઓની સંખ્યા છે. 10,04,447 લોકો રિકવર થઈ ગયા છે.

કોરોનાને કાબુ કરવા માટે લૉકડાઉન પર વિચાર કરે સરકારો પરંતુ ગરીબોની રોજી-રોટીનુ રાખે ધ્યાનઃ સુપ્રીમ કોર્ટકોરોનાને કાબુ કરવા માટે લૉકડાઉન પર વિચાર કરે સરકારો પરંતુ ગરીબોની રોજી-રોટીનુ રાખે ધ્યાનઃ સુપ્રીમ કોર્ટ

ગુજરાતમાં રવિવારે 12,978 લોકો સંક્રમિત થયા જેમાંથી 11,146 લોકો રિકવર થયા અને 153 લોકોના મોત થયા. અત્યાર સુધી કુલ 5,94,602 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી 4,40,276 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 7508 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

English summary
Coronavirus Update: New 3,68,147 covid-19 cases and 3417 deaths in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X