કોરોના કેસોમાં નજીવો ઘટાડો, દેશમાં છેલ્લા 24 કલાકમાં 38,667 નવા કેસ, 478 લોકોના મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ સામે આવ્યા છે જે બાદ કોરોના વાયરસના કુલ સંક્રમિતોનો આંકડો વધીને હવે 3,21,56,493 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં સક્રિય કેસ 4 લાખથી નીચે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 478 લોકોના કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4,30,732 મોત થયા છે. નવા કેસોની સંખ્યા ગઈ કાલના નવા કેસથી 3.6 ટકા ઓછી છે.

coronavirus

દેશમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 3,87,673 છે. દેશમાં કુલ સંક્રમિત કેસોના માત્ર 1.21 ટકા જ સક્રિય કેસ છે. દેશમાં રિકવરી રેટની વાત કરીએ તો હાલમાં 97.45 ટકા નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,13,38,088 લોકો કોરોના સંક્રમણથી રિકવર થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 35,743 લોકો રિકવર થયા છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ હજુ પણ 5 ટકાથી નીચે છે. હાલમાં તે 2.05 ટકા નોંધવામાં આવ્યો છે. દૈનિક પૉઝિટિવિટી રેટ પણ છેલ્લા 19 દિવસોથી 3 ટકાથી ઓછો છે. હાલમાં તે 1.73 ટકા નોંધવામાં આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રસીકરણનો કુલ 63,80,937 ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધી કુલ 53.61 કરોડ વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર હજુ પણ સંક્રમણના કેસો સૌથી વધુ છે. અહીં સંક્રમિતોની સંખ્યા 63,82,076 છે. ત્યારબાદ કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ છે જ્યાં સંક્રમણના કેસ વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X