કોરોનાનુ તાંડવઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 3.86 લાખ નવા કેસ, 3498 લોકોના મોત
શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,86,452 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ તમામ કોશિશો છતાં દેશમાં કોરોનાના દર્દીઓ વધતા જ જાય છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,86,452 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,87,62,976 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 3498 લોકોએ દમ તોડી દીધો છે જે બાદ મોતનો આંકડો 2,08,330 પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 31,70228 છે જ્યારે 2,97,540 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં અત્યાર સુધી 15,22,45,179 લોકોને રસી લગાવવામાં આવી ચૂકી છે.

વળી, ભારતમાં કાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 28,63,92,086 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે. ભારતમાં માત્ર 99 દિવસોમાં 14 કરોડ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર છે. રાજ્યમાં કાલે કોરોના સંક્રમણના 66159 નવા કેસ નોંધવામાં આવ્યા અને 771 લોકોના મોત થઈ ગયા છે. સરકારે રાજ્યમાં ચાલી રહેલ લૉકડાઉન જેવા પ્રતિબંધોને વધુ 15 દિવસ માટે વધારી દીધા છે.
સંકટની આ ઘડીમાં અમેરિકાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે અને મહામારી સામે આ જંગમાં અમે સંપૂર્ણપણે ભારત સાથે ઉભા છે. ઉલ્લેખનીય છે કે વધતા કોરોના સંકટના કારણે હોસ્પિટલોમાં બેડ, ઑક્સિજન સિલિન્ડર્સની મારામારી થઈ ગઈ છે. વળી, ઘણા રાજ્યો વેક્સીનની કમી સામે ઝઝૂમી રહ્યા છે. વળી, આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વેક્સીન અને બગડતી સ્થિતિને લઈને સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યુ કે, 'એકબીજાની મદદ કરીને સામાન્ય જન બતાવે છે કે કોઈના દિલને સ્પર્શી જવા માટે હાથને સ્પર્શવાની જરૂર નથી. મદદનો હાથ લંબાવતા રહો, આ અંધ સિસ્ટમનુ સત્ય બતાવતા રહો!'












Click it and Unblock the Notifications
