એક દિવસમાં કોરોના દર્દીઓમાં 14 ટકાનો વધારો, 24 કલાકમાં મળ્યા 43263 નવા કેસ

કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને આ સાથે જ દેશ પર મહામારીની ત્રીજી લહેરનુ જોખમ પણ મંડરાવા લાગ્યુ છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને આ સાથે જ દેશ પર મહામારીની ત્રીજી લહેરનુ જોખમ પણ મંડરાવા લાગ્યુ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના દૈનિક કેસોમાં 14 ટકાનો વધારો થયો છે દર્દીઓની સંખ્યા એક વાર ફરીથી 40 હજાર ઉપર નોંધવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના 43,263 નવા દર્દી મળ્યા છે જ્યારે 338 લોકોના મોત થયા છે. વળી, કોરોનાથી ઠીક થનાર દર્દીઓની સંખ્યા પણ દૈનિક કેસોના મુકાબલે ઘટી છે અને છેલ્લા એક દિવસમાં 40,567 દર્દી ઠીક થયા છે.

coronavirus

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આ નવા આંકડાઓ બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,31,39,981 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,23,04,618 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4,41,749 લોકોના જીવ જઈ ચૂક્યા છે. કોરોના મહામારી સામે દેશમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 71,65,97,428 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આમાંથી વેક્સીનનો 86,51,701 ડોઝ છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવ્યો છે.

કેરલની વાત કરીએ તો બુધવારે કોવિડ-19ના 30,196 નવા કેસ સામે આવવા સાથે કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 42,83,494 થઈ ગઈ છે જ્યારે વધુ 181 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 22,001 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં સતત પાંચ દિવસ સુધી દૈનિક નવા કેસોની સંખ્યા 30 હજારથી ઓછી રહ્યા બાદ બુધવારે એક વાર ફરીથી તે 30 હજારને પાર કરી ગઈ. કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,71,295 નમૂનાઓની કોવિડ-19 તપાસ થવા સાથે કોરોના સંક્રમણનો દર વધીને 17.63 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 3,28,41,859 નમૂનાઓની કોવિડ-19 તપાસ થઈ ચૂકી છે.

દિલ્લીમાં બુધવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 41 નવા કેસ આવ્યા છે અને આ સમયગાળામાં દિલ્લીમાં કોઈ પણ મોત કોરોનાથી થયુ નથી. જો કે, અત્યાર સુધી દિલ્લીમાં 25,083 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. દિલ્લીમાં કોરોના સંક્રમણનો દર 0.05 ટકા છે જ્યારે અહીં સક્રિય દર્દીઓની સંખ્યા 414 છે. છેલ્લા 24 કલાકમાં સામે આવેલા 41 દર્દીઓ બાદ દિલ્લીમાં કુલ કોરોના કેસ 14,38,082 સુધી પહોંચી ગયા છે. કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 100 છે જ્યારે કોરોના ડેથ રેટ 1.74 ટકા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X