For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધી રહી છે કોરોનાની ગતિ, 24 કલાકમાં 46,759 નવા કેસ અને 509 દર્દીઓના મોત

ભારતમાં કોરોના વાયરસની ગતિ વધુ તેજ થઈ રહી છે. દેશમાં શનિવારે (28 ઓગસ્ટ)ના રોજ કોોરના વાયરસના દૈનિક આંકડામાં ફરીથી વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની ગતિ વધુ તેજ થઈ રહી છે. દેશમાં શનિવારે (28 ઓગસ્ટ)ના રોજ કોોરના વાયરસના દૈનિક આંકડામાં ફરીથી વધારો જોવા મળ્યો છે. દેશભરમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં 46,759 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 509 દર્દીઓના મોત થયા છે અને 31,374 દર્દી કોવિડ-19થી રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાતી 4,37,370 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3,59,775 છે. દેશમાં કોરાનાથી અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 3,18,52,802 થઈ ગઈ છે. કુલ કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યા 3,26,49,947 છે.

covid

કેરળના કારણે દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

દેશમાં હાલમાં સૌથી વધુ કોરોના કેસ કેરળથી આવી રહ્યા છે. શનિવારે(28 ઓગસ્ટ)ના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 46,759 નવા કેસમાંતી કેરળમાં એકલા 32,801 નવા કેસ સામે આવ્યા છે. વળી, દેશભરમાં 509 દર્દીઓના મોતમાંથી કેરળમાં એકલામાં 179 લોકોના મોત થયા છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતના 60થી 70 ટકા કેસ એકલા કેરળથી આવી રહ્યા છે. કેરળમાં કોરોનાના કારણે અત્યાર સુધી 20,313 લોકોના મોત થયા છે. વળી, કેરળમાં સક્રિય કેસોની સંખ્યા 1,95,254 છે. કેરળમાં કોરોના પૉઝિટિવ દર 19.22 ટકા છે. વળી, કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 37,30,198 થઈ ગઈ છે.

1 દિવસમાં 1 કરોડ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો

ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી શરુ થયેલ વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી 62.29 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં શનિવાર(28 ઓગસ્ટ) સવાર સુધી 62,29,89,134 લોકોને વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યો છે. વળી, દેશમાં શુક્રવારે (27 ઓગસ્ટ)ના રોજ એક દિવસાં 1 કરોડથી વધુ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે.

ઓક્ટોબરમાં આવી શકે છે ત્રીજી લહેર

એક્સપર્ટના જણાવ્યા મુજબ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરના મિડમાં આવી શકે છે. ડૉક્ટરોએ કહ્યુ કે જો કોરોનાના નિયમોનુ પાલન કરવામાં નહિ આવે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવામાં નહિ આવે તો કોરોનાની ત્રીજી લહેર ખૂબ ભયાનક હોઈ શકે છે.

English summary
Coronavirus Update: New 46,759 daily cases, 509 dead in last 24 hours in India, fear of covid-19 third wave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X