કોરોનાના કેસોમાં ઘટાડો, નવા કેસ 6563, સક્રિય કેસ પણ 572 દિવસ બાદ ઘટીને થયા 82,267
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમ વચ્ચે ભારતમાં આજે કોવિડ-19ના દૈનિક આંકડાઓમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમ વચ્ચે ભારતમાં આજે કોવિડ-19ના દૈનિક આંકડાઓમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6563 નવા કેસ સામે આવ્યા છે. વળી, આ દરમિયાન એક દિવસમાં 8077 લોકોની કોવિડ-19થી રિકવરી થઈ છે. વળી, 132 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ 82,267 છે જે છેલ્લા 572 દિવસોમાં સૌથી ઓછા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં રિકવરી રેટ 98.39 ટકા છે.

કોરોનાથી અત્યાર સુધી કુલ મોતની સંખ્યા 477554 થઈ છે. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થયેલ કુલ લોકોની સંખ્યા 3,41,87,017 છે. સંક્રમણના કુલ કેસ 3,47,46,838 છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી શરુ થયેલ રસીકરણ અભિયાનનો આંકડો 1,37,67,20,359 સુધી પહોંચી ગયો છે.
દેશમાં 35 દિવસમાં સૌથી ઓછો 132 લોકોના મોત થયા છે. વળી, 24માં દિવસે 10 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. કેરળમાં 2995 નવા કેસ અને 69 મોત, મહારાષ્ટ્રમાં 902 નવા કેસ અને 9 મોત થયા છે. વળી, તમિલનાડુમાં 610 નવા કેસ સામે આવ્યા છે.












Click it and Unblock the Notifications
