કોરોના વાયરસઃ છેલ્લા 24 કલાકમાં 8306 નવા કેસ, 552 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ 98 હજાર
ભારતમાં કોરોના વાયરસના કેસ અટક્યા છે પરંતુ કોવિડ-19ના નવા ઓમક્રૉન વેરિઅંટનુ જોખમ યથાવત છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ અટક્યા છે પરંતુ કોવિડ-19ના નવા ઓમક્રૉન વેરિઅંટનુ જોખમ યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ 6 ડિસેમ્બરના આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8306 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 1 દિવસમાં કોરોનાથી 211 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 8834 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 98 હજાર 416 છે જે છેલ્લા 552 દિવસોમાં સૌથી ઓછી છે. આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના રિકવરી રેટ 98.35 ટકા છે.

દેશમાં હવે 127.93 કરોડ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ નાટે 8,86,263 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, અત્યાર સુધી કુલ 64,82,59,067 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
દેશમાં સક્રિય કેસ કુલ સંક્રમણના એક ટકા પણ નથી. વર્તમાનમાં સક્રિય કેસ કુલ સંક્રમણ કેસોના 0.28 ટકા છે જે માર્ચ 2020થી સૌથી ઓછા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા 3,40,69,608 છે. દેશમાં દૈનિક પૉઝિટિવીટી રેટ 0.94 ટકા છે જે 63 દિવસોથી 2 ટકાથી પણ ઓછો છે. વળી, સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.78 ટકા છે જે 22 દિવસોથી 1 ટકાથી પણ ઓછો છે.
ભારતે પોતાના કોવિડ વિરોધી કાર્યક્રમ શરુ થવાના 11 મહિનાની અંદર પોતાના 50 ટકાથી પણ વધુ વયસ્કોને બે વાર વેક્સીન લગાવી છે. એટલે કે ભારતની 50 ટકા વયસ્ક વસ્તી સંપૂર્ણપણે વેક્સીનેટ છે. ભારતમાં શનિવારે એક દિવસમાં એક કરોડથી વધુ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો હતો. ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન 16 જાન્યુઆરી, 2021ના રોજ શરુ થયુ હતુ.












Click it and Unblock the Notifications
