ભારતમાં ફરીથી વધ્યા કોરોના દર્દી, 24 કલાકમાં મળ્યા 9419 નવા કેસ, રિકવર થનારાની સંખ્યા ઘટી

ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. અલગ-અલગ રાજ્યોમાં રોજ 7 હજારથી વધુ નવા કોરોના દર્દી મળી રહ્યા છે, વળી, હજારો ઠીક પણ થઈ રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9419 નવા કેસ સામે આવ્યા જ્યારે 8251 રિકવર થયા અને 159ના મોત થયા. આ ઉપરાંત કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 34,666,241 જઈ પહોંચી છે.

covid

સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી

આરોગ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં દેશભરમાં કોરોનાના 94,742 સક્રિય દર્દી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ દેશ માટે રાહતની વાત છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. થોડા દિવસ પહેલા તે 1 લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે 98.36 ટકા છે. અત્યાર સુધી કુલ 3,40,97,388 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, રોજ મળતા નવા કેસનો જોઈએ તો તે અત્યારે 9 હજારના ગ્રાફથી ઉપર છે.

કેરળમાં મળી રહ્યા છે સૌથી વધુ દર્દી

કેરળ રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના 887 નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત 112 મોત થયા. અત્યાર સુધી અહીં 42,014 મોત થઈ ચૂક્યા છે.

વેક્સીનેશનનો આંકડો ક્યાં સુધી પહોંચ્યો

દેશભરમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો અત્યાર સુધી 130.39 કરોડનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના જ દિવસે 80,86,910 ડોઝ આપવામાં આવ્યો છે. વળી, અત્યાર સુધી કોરોના વાયરસ મહામારીથી રિકવર થનાર લોકોની સંખ્યા વધીને 3,40,97,388 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી કાલના દિવસે 8251 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના વાયરસના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પૂર્વોત્તર ભારતીય રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી 509 લોકોના મોત નોંધવામાં આવ્યા. વળી, કુલ સક્રિય કેસ 3049 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X