સતત બીજા દિવસે કોરોના કેસોમાં રાહત, 24 કલાકમાં 18870 નવા દર્દી અને 28178 રિકવર

કોરોના વાયરસ મહામારીને લઈને કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સતત બીજા દિવસે રાહતના સમાચાર આપ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીને લઈને કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સતત બીજા દિવસે રાહતના સમાચાર આપ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18870 નવા કેસ મળ્યા છે જ્યારે 28178 દર્દી રિકવર થયા છે. આ પહેલા મંગળવારે પણ કોરોનાના નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 378 લોકોના જીવ ગયા છે. રાહતની સૌથી મોટી વાત એ છે કે કોરોના વાયરસના સંક્રમિત દર્દીના રિકવરી રેટમાં એક વાર ફરીથી તેજી આવી છે જેના કારણે સંક્રમણના સક્રિય કેસ ઘટીને 2,82,520 સુધી પહોંચી ગયા છે.

corona

આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 3,37,16,451 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,29,86,180 થઈ ગઈ છે. આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસથી તથા મોતનો આંકડો પણ વધીને 4,47,751 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસ મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે જે હેઠળ અત્યાર સુધી વેક્સીનનો કુલ 87,66,63,490 ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી કોરોના વાયરસના 54,13,332 ડોઝ છેલ્લા 24 કલાકમાં લગાવવામાં આવ્યો છે.

કેરળમાં સ્થિતિ સુધરી પરંતુ હજુ પણ દૈનિક કેસ સૌથી વધુ

આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે પરંતુ જોખમ હજુ પણ યથાવત છે અને તહેવારની સિઝનમાં લોકોએ વિશેષ સાવચેત રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં ઘટી રહેલા કોરોના વાયરસના દર્દીઓ વચ્ચે કેરળમાં સ્થિતિ કંઈક નિયંત્રણમાં આવી છે પરંતુ હજુ પણ દૈનિક કેસોની સંખ્યા આ દક્ષિણ ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન મળેલા કોરોના વાયરસના કુલ 18,70 કેસોમાંથી 11,149 દર્દી એકલા કેરળમાં જ મળ્યા છે. આ ઉપરાંત દેશમાં થયેલા કુલ 378 મોતમાંથી 149 મોત કેરળમાં નોંધવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X