For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 30093 કેસ અને 374 લોકોના મોત

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 30093 કેસ અને 374 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દેશમાં કોરોનાવાયરસના દૈનિક મામલામાં ગિરાવટ જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસના 30093 નવા કેસ મળ્યા છે અને 374 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત ગત એક દિવસમાં કોરોનાના 45254 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પહોંચી ગયા છે. રિકવરી રેટ પણ વધીને 97.37% થઈ ગયો છે. આ નવા આંકડાઓ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને 3 કરોડ 11 લાખ 74 હજાર 322 અને સાજા થનાર દર્દીઓની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે.

coronavirus

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે કોરોનાના દૈનિક મામલામાં 125 દિવસ બાદ સૌથી મોટી ગિરાવટ આવી છે. જ્યારે દેશમા કોરોનાવાયરસના દર્દીનો રિકવરી રેટ પણ સતત ગગડી રહ્યો છે અને હાલ 97.35 ટકા છે. રિકવરી રેટમાં તેજીના કારણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 4 લાખ 6 હજાર 130 બચ્યા છે. આ ઉપરાંત કોોરના મામલાનો પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે, જે સતત 29મા દિવસે 3 ટકાથી નીચે બનેલો છે.

મહારાષ્ટ્રનું કોલ્હાપુર બનશે હૉટસ્પૉટ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બીજી લહેરના પ્રકોપથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ એક એવો જિલ્લો છે જેમાં સતત વધતા કેસ મહારાષ્ટ્રને મહામારીમાંથી બહાર નીકળવા નથી દેતા. આ એવો જિલ્લો છે જે પીક દરમિયાન બિલકુલ શાંત હતો, પરંતુ હવે રાજ્યના દરરોજના 25 ટકા કેસ લોડ અને 18 ટકા મોત નોંધી રહ્યો છે. જિલ્લામાં કુલ 1368 લોકોએ વેક્સીનના બે ડોઝ મેળવી લીધા છે, જ્યારે 5,745 લોકોએ સિંગલ ડોઝ મેળવ્યો છે. એપ્રિલમાં જ્યારે મહારાષ્ટ્રી બીજી લહેરના ચરમ પર હતું, ત્યારે કોલ્હાપુર જિલ્લામાં દરરોજ 100 મામલા પણ નહોતા આવતા. જિલ્લામાં માત્ર 758 એક્ટિવ દર્દી હતા. પરંતુ જુલાઈમાં મહારાષ્ટ્રના કુલ મામલાનો લગભગ 18% ભાગ અહીંથી જોવા મળી રહ્યો છે. બીજી લહેરની પીક દરમિયાન કોલ્હાપુરે રાજ્યના કેસલોડમાં 0.22થી 1% ની જ ભાગીદારી દેખાડી હતી. હવે આ જિલ્લો દરરોજ રાજ્યના 25% કેસલોડ રિપોર્ટ કરી રહ્યો છે, રાજ્યના 18% દર્દીઓના મૃત્યુ પણ કોલ્હાપુરમાં જ થયાં છે.

મોડર્નાના 75 લાખ ડોઝની રજૂઆત

જણાવી દઈએ કે કોવેક્સ કાર્યક્રમ અંતર્ગત ભારતે અમેરિકી કંપની મોડર્નાની વેક્સીનના 5 લાખ ડોઝ લેવાની રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ જાણકારી આપી છે. ડબલ્યૂએચઓની ક્ષેત્રીય ડાયરેક્ટર (દક્ષિણ પૂર્વ એશિયા) ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે આ જાણકારી આપી છે. ભારતે મોડર્ના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે હાલમાં જ કહ્યું હતું કે સરકાર મોડર્ના અને ફાઈજરથી કોવિડ-19 વેક્સીન લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે, આમાં કોઈપણ કાનૂની કાર્યવાહીથી છૂટનો મુદ્દો પણ સામેલ છે.

1 અબજ લોકોનું રસીકરણ થઈ ગયું

જો આખા વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 101 કરોડ એટલે કે 1 અબજ 1 કરોડ કરતા વધુ લોકોને કોરોનાના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. વેક્સીનેશનમાં ચીન સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 146 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, 22.3 કરોડ લોકોને બંને ડોઝ મળી ગયા છે. વસ્તીના પ્રમાણે ચીલીમાં સૌથી વધુ વેક્સીનેશન થયું છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 2.47 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી 1.77 કરોડ લોકોને બંને ડોઝ મળી ગયા છે. ચીલીની 61.8% અત્યાર સુધીમાં વેક્સીનેટેડ થઈ ચૂકી છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 40.5 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 8.3 કરોડ લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવાયા છે. ભારતની કુલ 6.1% વસ્તીને વેક્સીનના બંને ડોઝ મળી ગયા છે.

English summary
Coronavirus updates: recovery rate increased to 97.37 percent in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X