For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસમાં 1.33 કરોડ લોકોએ કરાવ્યુ વેક્સીન માટે રજિસ્ટ્રેશન, Cowin ચીફ બોલ્યા - 2.78 કરોડને મોકલાયો મેસેજ

એક દિવસમાં 1.33 કરોડ લોકોએ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસ વેક્સીનેશનનો ત્રીજો તબક્કો 1 મેથી શરૂ થવાનો છે. જે હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સીનેટ કરવામાં આવશે. 18થી 45 વર્ષવાળા સુધી માટે બુધવારે(28 એપ્રિલ)ની સાંજે 4 વાગે Aarogya Setu એપ, Cowin પોર્ટલ અને UMANG એપ પર રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. જો કે જણાવવામાં આવી રહ્યુ હતુ કે વધુ સંખ્યામાં લૉગ ઈન કરવાના કારણે કોવિન પોર્ટલ શરૂઆતમાં ક્રેશ થઈ ગયુ હતુ. સરકારે આના પર કહ્યુ કે પહેલા દિવસે કોવિને કોઈ મુશ્કેલી વિના કામ કર્યુ. શરૂઆતમાં 3 કલાકમાં 80 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

cowin

નેશનલ હેલ્થ ઑથૉરિટીના સીઈઓ અને કોવિનના પ્રમુખ આરએસ શર્માએ માહિતી આપી છે કે એક દિવસમાં 1.33 કરોડ લોકોએ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી 2.78 કરોડ લોકોને મેસેજ મોકલવામાં આવ્યો છે. કોવિન ચીફ આરએસ શર્માએ બુધવારે(28 એપ્રિલ)ની રાતે 12 વાગીને 07 મિનિટે ટ્વિટ કરીને માહિતી આપી કે એક દિવસમાં 1.33 કરોડ લોકોએ કોરોના વેક્સીન માટે કોવિન પર રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને 2.78 કરોડ લોકોને મેસેજ મોકલવામાં આવ્યા છે.

Live: પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કા માટે મતદાન શરૂLive: પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કા માટે મતદાન શરૂ

વળી, બુધવારે(28 એપ્રિલ)ની રાતે 12 વાગીને 4 મિનિટે આરોગ્ય સેતુના અધિકૃત ટ્વિટર હેન્ડલથી માહિતી આપવામાં આવી છે કે Cowin.gov.in એક દિવસમાં 1.32 કરોડ લોકોએ વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આના માટે અમે કોવિન ટીમને અભિનંદન આપીએ છીએ. 50000થી વધુ એપીઆઈ કૉલ પ્રતિ સેકન્ડ સંભાળવા મોટી વાત છે.

English summary
Coronavirus Vaccine Registration: 1.32 crore registration on cowin app on first day, all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X