For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં 1મેથી ફ્રીમાં લગાવવામાં આવશે કોરોનાની રસી, CM યોગી આદિત્યનાથે કર્યુ એલાન

ઉત્તર પ્રદેશ સરકાર એક મેથી શરૂ થઈ રહેલ કોરોના રસીકરણના આગલા તબક્કામાં કોરોના વેક્સીન ફ્રીમાં લગાવશે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકાર એક મેથી શરૂ થઈ રહેલ કોરોના રસીકરણના આગલા તબક્કામાં કોરોના વેક્સીન ફ્રીમાં લગાવશે. 1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે યુપી કેબિનેટની બેઠક થઈ. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લખ્યુ છે - આજે મંત્રીપરિષદની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ રાજ્યવાસીઓને કોરોના રસીકરણ રાજ્ય સરકાર તરફથી ફ્રી કરવામાં આવશે.

yogi adityanath

ઉત્તર પ્રદેશ સરકારના પ્રવકતાના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે પ્રધાનમંત્રીના 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને વેક્સીન આપવાના નિર્ણયથી કોરોનાના વધુ સારા મેનેજમેન્ટમાં મદદ મળશે અને મોટાપાયે રસીકરણ કાર્યક્રમથી કોરોના વાયરસને કાબુ કરવામાં મદદ મળશે.

1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લગાવાશે કોરોના વેક્સીન

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કેસો વચ્ચે સોમવારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 1મેથી વેક્સીનેશનના ત્રીજા તબક્કાની શરુઆત થશે. આ ફેઝમાં 18 વર્ષથી ઉપરના બધા લોકો કોરોના વાયરસ વેક્સીન લગાવી શકશે. આ સાથે જ વેક્સીન નિર્માતા હવે ખુલ્લા બજારમાં અને રાજ્ય સરકારો પહેલાથી નક્કી કિંમતે સીધી રસી વેચી શકે છે. રાજ્ય સરકારો સીધા વેક્સીન નિર્માતાઓ પાસેથી વેક્સીન ખરીદી શકશે. રસીકરણના વર્તમાન તબક્કામાં 45 વર્ષથી ઉપરના લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી છે.

દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ

કોરોના વાયરસ સંક્રમણ હાલમાં દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. રોજ બે લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે રવિવાર બાદથી ભારતમાં દર કલાકે કોરોનાના 10 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે જ્યારે 60 લોકોના મોત દર કલાકે થઈ રહ્યા છે.

RT-PCR નેગેટિવ હોવા છતાં હોઈ શકે છે કોરોના, CT Scan કરવો જરૂરીRT-PCR નેગેટિવ હોવા છતાં હોઈ શકે છે કોરોના, CT Scan કરવો જરૂરી

English summary
Coronavirus vaccine will be given free of cost in Uttar Pradesh annouces CM Yogi Adityanath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X