કોરોના વાયરસનો કહેર, દેશમાં પહેલી વાર એક દિવસમાં મળ્યા 2 લાખથી વધુ કેસ, 1038 મોત
દેશમાં કોરોના વાયરસનો મોટો વિસ્ફોટ થયો છે. પહેલી વાર એક દિવસમાં 2 લાખથી પણ વધુ કેસ મળ્યા છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો મોટો વિસ્ફોટ થયો છે. પહેલી વાર એક દિવસમાં 2 લાખથી પણ વધુ કેસ મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2,00,739 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 93,528 દર્દી રિકવર થયા છે અને 1038 લોકોના જીવ કોરોના વાયરસના કારણે ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,40,74,564 થઈ ગયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા દર્દીઓમાં થઈ રહેલા સતત વધારાના કારણે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 14,71,877 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોરોના વાયરસ અત્યાર સુધી 1,,73,123 લોકોના જીવ લઈ ચૂક્યો છે. કોરોના વાયરસ સામે હાલમાં દેશમાં રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો ચાલુ છે જેમાં અત્યાર સુધી વેક્સીનનો 11,44,93,238 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
દિલ્લીમાં 17282 નવા કેસ, સ્થિતિ ખરાબ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બાદ કોરોના વાયરસના કેસ દેશની રાજધાની દિલ્લીમાં પણ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દિલ્લીમાં એક દિવસની અંદર કોરોના વાયરસના 17282 નવા કેસ સામે આવ્યા. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દિલ્લી સરકારે હોટલ અને બેંક્વેટ હૉલને પણ હોસ્પિટલો સાથે એટેચ કરવાના આદેશ આપી દીધા છે. વળી, મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 58952 નવા દર્દી મળ્યા. કોરોના વાયરસની સ્થિતિ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશના બધા રાજ્યપાલો સાથે વાત કરશે. આ ઉપરાંત દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ એલજીને મળીને કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરશે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
