15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા
15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ઑફિસર્સને હટાવ્યા બાદ મંગળવારે મોદી સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શલ્ક બોર્ડે 15 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયરમેન્ટ પર મોકલી આપ્યા છે. સરકારે નિયમ 56નો ઉપયોગ કરી તેમને હટાવવાનો ફેસલો લીધો છે. જેમાંથી એક પ્રધાન આયુક્ત છે. આ તમામ લોકો પર ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપ છે. નાણા મંત્રાલયના આદેશ મુજબ સીબીઆઈસીના અધિકારીઓને પ્રધાન આયુક્ત અને સહાયક આયુક્તના રેંકથી હટાવી દીધા છે.

ઑફિસર્સ પર ભ્રષ્ટાચારનો આરોપ
નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જબરદસ્તી રિટાયર કરવામાં આવેલ ઑફિસર્સ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીએ કેસ નોંધ્યા છે. બાકી ઑફિસર્સ વિરુદ્ધ લાંચ, આવકથી વધુ સંપત્તિ રાખવા જેવા મામલા છે. બરતરફ કરાયેલ આ લોકોમાં મુખ્ય કમિશનર અનુપ શ્રીવાસ્તવ પણ સામેલ છે. અનુપ દિલ્હીમાં કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડમાં પ્રિંસિપલ એડીજીના પદ પર કાર્યરત છે. તેમના ઉપરાંત નલિન કુમાર જે જોઈન્ટ કમિશનરના પદ પર તહેનાત છે, તેમને પણ બરતરફ કરવામાં આવ્યા છે. સીબીઆઈએ તેમના પર 1996માં અપરાધિક કેસ નોંધ્યો હતો.

સીબીઆઈએ કેસ નોંધ્યો
સૂત્રોએ જાણકારી આપી કે સીબીઆઈએ અનુપ શ્રીવાસ્તવ વિરુદ્ધ નોંધાયેલ કેસમાં કહ્યું કે તેમણે એક હાઉસિંગ સોસાયટીની મદદ કરી હતી. આ જમીન રીદવા માટે ગેરકાયદેસર રીતે એનઓસી લેવાની કોશિશ કરી રહ્યા હતા. સીબીઆઈએ તેમની વિરુદ્ધ એક કેસ વર્ષ 2012માં નોંધ્યો હતો. તેમના ઉપર લાંચ સહિત ઉત્પીડન, ખોટી ધરપકડ કરાવી હોવાની અને જબરદસ્તીથી વસૂલી કરી હોવાની ફરિયાદ પણ છે. જ્યારે જોઈન્ટ કમિશનર લિન કુમાર વિરુદ્ધ છેતરપિંડી અને ગેરકાયદેસર રીતે સંપત્તિની અનુમતિ આપવા સંબંધિત મામલા સીબીઆઈએ નોંધ્યા છે. તેમને પણ મંગળવારે તેમની સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા.

રિટાયર કરાયેલ 15 ઑફિસરની યાદી
કોલકાતામાં કમિશ્નર સંસાર ચંદ પર રિશ્વતખોરીનો આરોપ છે. જ્યારે ચેન્નઈના કમિશ્નર જી શ્રી હર્ષા પર 2.24 કરોડ રૂપિયની આવકથી વધુ સંપત્તિનો મામલો છે. તેમને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. બે કમિશ્નર રેંકના અધિકારી અતુલ દીક્ષિત અને વિનય બ્રજ સિંહ, પહેલેથી જ સસ્પેન્ડેડ હતા. તેમને પણ સરકારે સેવામાંથી બર્ખાસ્ત કરી દીધા છે. આ ઉપરાંત સીબીઆઈથી બર્ખાસ્ત ઑફિસર્સમાં એડિશનલ કમિશ્નર અશોક મહિદા, એડિશ્નલ કમિશ્નર વીરેન્દ્ર અગ્રવાલ સામેલ છે. બાકી 15 રિટાયર કરેલ અધિકારીઓમાં સાયક કમિશ્નર એસએસ પબાના, એસએસ બિષ્ટ, વિનોદ સંગા, રાજૂ સેકર, મોહમ્મદ અલ્તાફ અને કમિશ્નર અશોક અસવાલ. આ તમામને તેમની ઈચ્છા વિરુદ્ધ રિટાયર કરી દેવામાં આવ્યા છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
