Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રેમી કપલની હત્યા, લાશના ટુકડે ટુકડા કરીને સળગાવ્યા

બિહારના ગયામાં એક પ્રેમી યુગલે તેમના પ્રેમની કિંમત જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. પ્રેમી યુગલના પરિજનોએ બંનેની નિર્દયતાપૂર્વક હત્યા કરી

બિહારના ગયામાં એક પ્રેમી યુગલે તેમના પ્રેમની કિંમત જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. પ્રેમી યુગલના પરિજનોએ બંનેની નિર્દયતાપૂર્વક હત્યા કરી અને ત્યારપછી તેમની લાશના ટુકડે ટુકડા કરીને પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. પોલીસે આ મામલે ખુલાસો કરતા યુવતીના પિતા, કાકા અને મામેરા ભાઈની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: યૌનસંબધ બનાવવાની ના પાડી તો મોડલ માનસીની હત્યા કરી નાખી

શુ છે મામલો

શુ છે મામલો

આખો મામલો ગયા જિલ્લાના મુફસીલ ચોકી વિસ્તારના મનિયારી ગામનો છે. મનિયારી ગામની સીમા કુમારી વજીરગંજ ચોકી વિસ્તારના શોભા ગામના વિકાસને પ્રેમ કરતી હતી. પરંતુ સીમાના પરિવારને આ મંજુર ના હતું. 3 મહિના પહેલા સીમા પોતાના પ્રેમી વિકાસ સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. ત્યારપછી સીમાના પિતાએ વિકાસ સામે અપહરણ કર્યાનો કેસ નોંધાવ્યો. કેસ નોંધાયાના થોડા જ દિવસે પોલીસે બંનેને પકડીને વિકાસને જેલમાં મોકલ્યો હતો.

જેલથી છૂટીને પ્રેમિકાને મળવા પહોંચ્યો

જેલથી છૂટીને પ્રેમિકાને મળવા પહોંચ્યો

5 દિવસ પછી વિકાસ જેલથી જામીન પર બહાર આવ્યો. વજીરગંજ ડીએસપી અભિજીત ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેલથી બહાર આવતા વિકાસે પોતાની પ્રેમિકા સીમાને ગામની બહાર મળવા માટે બોલાવી, જેની ભનક સીમાના પિતા, કાકા અને મામેરા ભાઈને લાગી ગઈ. તેમને પેમાર નદી પર બનેલા પુલ પાસે વિકાસની હત્યા કરી નાખી. ત્યારપછી તેમને સીમાને પણ ત્યાં બોલાવી અને તેની પણ હત્યા કરી નાખી.

લાશના ટુકડે ટુકડા કરીને સળગાવ્યા

લાશના ટુકડે ટુકડા કરીને સળગાવ્યા

બંનેની હત્યા કર્યા પછી પણ તેમનું મન ભરાયું નહીં. તેમને લાશને ધારદાર હથિયાર ઘ્વારા કાપી નાખી અને તેના ટુકડે ટુકડા કરીને સળગાવી દીધી. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ અને તેમને યુવતીના પરિજનોની ધરપકડ કરી લીધી. પોલીસે સળગેલી લાશના હાડકા અને બાકીના અવશેષોને જાંચ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X