For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધાના હત્યારા આફતાબના નાર્કો ટેસ્ટને કોર્ટે મંજુરી આપી, 5 દિવસ રિમાન્ડ પર મોકલાયો!

શ્રદ્ધા હત્યાંકાડમાં રોજ સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હત્યારો આફતાબ પૂનાવાલા પણ સતત પોલીસને નવી નવી કહાની સંભળાવી રહ્યો છે ત્યારે હવે પોલીસ સત્ય સુધી પહોંચવા માટે નાર્કો ટેસ્ટ કરવા જઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી : શ્રદ્ધા હત્યાંકાડમાં રોજ સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હત્યારો આફતાબ પૂનાવાલા પણ સતત પોલીસને નવી નવી કહાની સંભળાવી રહ્યો છે ત્યારે હવે પોલીસ સત્ય સુધી પહોંચવા માટે નાર્કો ટેસ્ટ કરવા જઈ રહી છે. આ માટે કોર્ટે પણ પરવાનગી આપી દીધી છે. આ સાથે કોર્ટે આફતાબના 5 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે.

delhi

એક તરફ પોલીસ સત્ય સુધી પહોંચવા તપાસ કરી રહી છે તો બીજી તરફ આજે વકિલોએ કોર્ટ વિરોધ કરીને ફાંસી દેવાની માંગ કરી હતી. પોલીસને આરોપી પર હુમલાનો હતો, જેના કારણે તેને વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા હાજર રખાયો હતો.

આરોપી આફતાબ પૂનાવાલાની શુક્રવારે ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. આજે રિમાન્ડ પુરા થતા કોર્ટમાં પોલીસે તેની કસ્ટડી વધારવા માંગ કરી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું કે આરોપીએ હજુ ઘણી બધી વિગતો આપી નથી. શ્રદ્ધાનો ફોન અને બોડી કટીંગ વેપન રિકવર થવાનું પણ બાકી છે.

મળતી વિગતો અનુસાર, હાલ પોલીસ પાસે આફતાબનું કબૂલાતનામુ છે, જો કે પોલીસે હજુ તેને કોર્ટમાં રજુ કર્યુ નથી. જાણકારોના મતે જ્યાં સુધી તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે અથવા હત્યામાં વપરાયેલ હથિયાર રિકવર નહીં થાય ત્યાં સુધી આફતાબને સજા કરવી મુશ્કેલ બનશે.

દિલ્હી પોલીસ આફતાબને જંગલમાં લઈ ગઈ હતી, જ્યાં તેણે શ્રદ્ધાના મૃતદેહને ફેંક્યો હતો. ત્યાંથી કેટલાક ટુકડા મળી આવ્યા છે, જેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જો કે મૃતદેહના ઘણા અંગો હજુ મળ્યા નથી. પોલીસને શ્રદ્ધા અને આફતાબના કપડા પણ મળી શક્યા નથી, જે બન્નેએ ઘટના સમયે પહેર્યા હતા.

English summary
Court approves narco test of Shraddha's killer Aftab, sent to remand for 5 days!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X