For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Yes Bank Scam: 11 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલાયા યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર

Yes Bank Scam: 11 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલાયા યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યસ બેંકના ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ રાણા કપૂરને મુંબઈની વિશે અદાલતે 11 માર્ચ સુધીની ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની મની લોન્ડરિંગના આરોપો અંતર્ગત રવિવારે ઈડીએ ધરપકડ કરી હતી.

rana kapoor

યસ બેંક સંકટ પર પી. ચિદમ્બરે કર્યા સવાલ, કહ્યું સરકાર અને આરબીઆઇ કેમ ચુપ રહ્યાયસ બેંક સંકટ પર પી. ચિદમ્બરે કર્યા સવાલ, કહ્યું સરકાર અને આરબીઆઇ કેમ ચુપ રહ્યા

31 કલાકની મેરેથન પૂછપરછ બાદ સવારે ચાર વાગ્યે રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ રાણા કપૂરને આજે સવારે પ્રીવેંશન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટ એટલે કે પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. અગાઉ શનિવારે ઈડીએ દિલ્હી અને મુંઈમાં કેટલાક સ્તળોએ દરોડા પણ પાડ્યા હતા.

કપૂરને શનિવારે બપોરે બાલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડીના કાર્યાલયે લાવવામાં આવ્યા. રાણા કપૂર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે, જેનો મતલબ કે હવે તેઓ દેશ ચોડીને ભાગી ના શકે. રાણા કપૂરની ધરપકડ બાદ યસ બેંકના અન્ય કેટલાક ઉપરી અધિકારીઓની મુશ્કેલીમાં વઘારો થાય તે નક્કી છે.

રાણા કપૂર પર આરોપ છે કે ડીએચએફએલ કંપનીને લોન આપવાના બદલામાં કપૂરની પત્નીના એકાઉન્ટમાં ફાયદો પહોંચાડવામાં આવ્યો. આ દરમિયાન નાણાકીય ગડબડીઓનો આરોપ છે. 2017માં યસ બેંકે 6355 કરોડ રૂપિયાની રકમને બેડ લોનમાં નાખી દીધી હતી.

નાણાકીય સંકટમાં ફસાયેલ યસ બેંકને સહારો આપવા માટે એસબીઆઈએ યસ બેંકમાં રોકાણની યોજના બનાવી છે. આ સંબંધમાં આરબીઆઈએ શુક્રવારે ડ્રાફ્ટ રિકંસ્ટ્રક્શન સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમ પર એસબીઆઈ પોતાના બોર્ડની મંજૂરીને લઈ સોમવારે આરબીઆઈને મળશે. બોર્ડ શું મંજૂરી આપે છે, સમગ્ર પ્લાન આના પર જ ટકેલો છે. પરંતુ એક તરફથી બેંકની સૈદ્ધાંતિક રીતે આ પ્લાનને મંજૂરી મળી ચૂકી છે.

English summary
Mumbai's Special Holiday Court sends Yes Bank founder Rana Kapoor to Enforcement Directorate custody till 11th March. He was yesterday arrested by the ED and produced today in the Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X