For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલૂ યાદવ બાદ આજે રશીદ મસૂદનો નંબર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઓક્ટોમ્બર: ગઇકાલે કોર્ટ દ્વારા લાલૂ પ્રસાદ યાદવને દોષી ગણાવ્યા બાદ આજે દિલ્હીની તીસ હજારી કોર્ટ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રશીદ મસૂદને સજા સંભળાવશે. ત્યારબદા તેમને સંસદમાં રાજ્યસભાની સદસ્યતા પરથી રાજીનામું આપવું પડી શકે છે. રશીદ મસૂદ 22 વર્ષ પહેલાં મેડિકલ કૌભાંડમાં સામેલ રહ્યાં હતા. કેસમાં તેમના સિવાય અન્ય 16 આરોપી પણ સામેલ હતા. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને સાત વર્ષની સજા થઇ શકે છે.

રશીદ મસૂદ પર દેશની અલગ-અલગ મેડિકલ કોલેજોમાં બનાવટી પદ્ધતિથી એડમિશન કરાવવાનો આરોપ છે. 1989 અને 1990 દરમિયાન થયેલી છેતરપીંડીમાં રશીદ મસૂદને ભ્રષ્ટાચારની અલગ અલગ કલમોમાં દોષી ગણવામાં આવ્યો હતો.

આ છેતરપીંડીમાં ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી એસ આર મજૂમદાર, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કાશીરામ રેયાન, આઇએએસ એકે રે અને આઇપીએસ ગુરૂદયાળ પણ સામેલ હતા. જેમાંથી મજૂમદાર અને રેયાનું મોત નિપજ્યું છે.

English summary
The Congress MP in Rajya Sabha Rasheed Masood will be pronounced today by court. He is guilty in a case of corruption and other offences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X