For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ વેક્સીન માટે કોવિન પર બુક કરાવી શકશે સ્લૉટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને મોટી રાહત આપીને તેમના માટે વેક્સીનેશનની સુવિધા શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરનો લઈને જાણકારો સતત કેન્દ્ર અને રાજ્ય સરકારોને તૈયાર રહેવાના સૂચનો આપી રહ્યા છે. કોવિડની બીજી લહેર બાદથી મહામારી પર કાબુ મેળવવા માટે દેશમાં રસીકરણ અભિયાનને તેજ કરી દેવામાં આવ્યુ છે. અત્યાર સુધી 50 કરોડથી વધુ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આ અભિયાનમાં હવે વિદેશી નાગરિકોને પણ શામેલ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને મોટી રાહત આપીને તેમના માટે વેક્સીનેશનની સુવિધા શરૂ કરી દીધી છે.

vaccine

હવે આ વિદેશી નાગરિકો ભારત સરકારના કોવિન પોર્ટલ પર જઈને કોવિડ વેક્સીન માટે સ્લૉટ બુક કરાવી શકશે. વેબસાઈટર પર વિદેશી નાગરિકોએ પોતાના ઓળખપત્ર માટે પાસપોર્ટનુ વિવરણ આપવાનુ રહેશે. આ વખતે રજિસ્ટ્રેશન થવા પર તે કોરોના રસી લગાવવા માટે પાત્ર બની જશે અને પોતાની સુવિધા અનુસાર સ્લૉટ બુક કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2021થી શરુ થયેલ દેશમાં રસીકરણ અભિયાન હેઠળ તબક્કાવાર રીતે અલગ-અલગ આયુ વર્ગના લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

હાલમાં 18 વર્ષ કે તેનાથી વધુ વયના બધા લોકોનુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આમાં હવે વિદેશી નાગરિકોને પણ શામેલ કરી દેવામાં આવ્યા છે. વળી, દેશમાં 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે પણ વેક્સીનની ટ્રાયલ ચાલુ છે. અત્યાર સુધી 51 કરોડથી વધુ લોકોને વેક્સીનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. કેન્દ્ર સરકારે વર્ષના અંત સુધી પૂરી વસ્તીને વેક્સીનેટ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. મંત્રાલયે જણાવ્યુ કે ભારતને 10 કરોડનુ લક્ષ્ય મેળવવામાં 85 દિવસ લાગ્યા હતા.

English summary
Covid-19: Foreign nationals living in India can also book vaccine slot on COWIN
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X