For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19 Strain: બ્રિટનથી ભારત આવતા લોકો માટે SOP જારી, જાણી લો આ નિયમ

સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે માનક પરિચાલન પ્રક્રિયા (SOP)જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Covid-19 Strain: બ્રિટનમાં કોરોના વાયરસ (Coronavirus)નો નવો સ્ટ્રેન મળવાથી દુનિયાભરના દેશો એલર્ટ પર છે. આ દરમિયાન ભારતમાં પણ કોવિડ-19ના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દી મળ્યા છે જેમાંથી મોટાભાગના બ્રિટન(Britain)ની મુસાફરી કરીને પાછા આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારે 8 જાન્યુઆરી, 2021થી બ્રિટન માટે ફરીથી ફ્લાઈટો શરૂ કરવાનુ એલાન કર્યુ છે. આ નિર્ણયના એક દિવસ બાદ હવે સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે માનક પરિચાલન પ્રક્રિયા (SOP)જારી કરી છે.

south africa

ભારત સરકાર દ્વારા જારી એસઓપી મુજબ બ્રિટનથી ભારત આવતા મુસાફરો પાસે કોરોના વાયરસનો નેગેટીવ રિપોર્ટ હોવો જોઈએ. મુસાફરોનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટીવ છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એરલાઈન્સ કંપનીની હશે. બ્રિટનથી આવતા બધા મુસાફરોને અનિવાર્ય રીતે ભારતીય એરપોર્ટ એરપોર્ટ પર તેમના આગમન પર આરટી-પીસીઆર ટેસ્ટ(RT-PCR test) કરાવવુ અનિવાર્ય હશે. ટેસ્ટમાં લાગતી કિંમતની ચૂકવણી પણ મુસાફરોએ જ કરવાની રહેશે. આ સિવાય કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ મુસાફરીઓેને 14 દિવસ માટે ઘરે ક્વૉરંટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

સરકાર દ્વારા જારી દિશાનિર્દેશ 30 જાન્યુઆરીની રાતે 12 વાગ્યા સુધી લાગુ રહશે. જો કે અમુક આદેશોનુ પાલન સમય સીમા ખતમ થયા બાદ પણ કરવામાં આવી શકે છે. ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એક સ્વ-ઘોષણા ફૉર્મ ભરવાનુ રહેશે જેમાં તેમણે પોતાના છેલ્લા 14 દિવસની મુસાફરીની માહિતી આપવાની રહેશે. 8 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ આ ફૉર્મ નિર્ધારિત યાત્રાથી ઓછામાં ઓછુ 72 કલાક પહેલા ઑનલાઈન પોર્ટલ (newdelhiairport.in) પર જઈને ભરવાનુ રહેશે. આ ઉપરાંત યુકેથી આવતા બધા મુસાફરોએ નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જે યાત્રા શરૂ કરવાથી 72 કલાક પહેલા કરવામાં આવ્યુ હોય. ફ્લાઈટમાં બેસતા પહેલા એરલાઈન્સ મુસાફરોના કોરોના રિપોર્ટની તપાસ કરશે.

રાજકોટઃ કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 3 મહિલાના મોતરાજકોટઃ કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 3 મહિલાના મોત

English summary
Covid-19 New Strain SOP issued for passengers coming from UK to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X