For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના દર્દીઓના રિકવર થવાનો દર 60 ટકાને પાર પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી વિશે ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક રાહતના સમાચાર આપ્યા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના દર્દીઓના રિકવર થવાનો દર 60 ટકાને પાર પહોંચી ગયો છે. મહામારી સામે રોગીઓનો રિકવર થવાની ગતિ વધી છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓના રિપોર્ટ મુજબ અત્યાર સુધી 6 લાખથી વધુ કોરોના દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

corona

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો ભારતમાં કોરોનાના 625,544 કેસ છે. અત્યાર સુધી 379,892 લોકો રિકવર થઈ ચૂક્યા છે અને 227,439 કેસ સક્રિય છે. ખતરનાક વાયરસથી અત્યાર સુધી 181213 લોકોના જીવ જઈ ચુૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 20,903 નવા કેસ રિપોર્ટ થયા છે. વાયરસે એક દિવસમાં 379 લોકોના જીવ લીધા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના રોગીઓનો રિકવરી રેટ 60 ટકાથી વધીને હવે 60.73 ટકા પર આવી ગયો છે જે રાહતના સમાચાર છે.

આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી સંશોધિત ગાઈડલાઈન્સ

કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત દર્દીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશનની ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે. હવે જારી કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમાં બહુ હળવા/પ્રી-સિમ્પ્ટોમેટિક/એસિમ્પ્ટોમેટિક કોવિડ-19 કેસોને પણ શામેલ કરવામાં આવ્યા છે. જો કે દર્દી ઈમ્યુન સંબંધિત મુશ્કેલીઓથી જેવી કે એચઆઈવી, કેન્સર સામે લડી રહ્યા છે તેમને હોમ આઈસોલેશનની મંજૂરી નથી. આવા લોકોએ હોસ્પિટલમાં જ પોતાનો ઈલાજ કરવો પડશે. બહુ હળવા કે કોઈ લક્ષણ વિનાના લોકો જેમને કોઈ બિમારી નથી, હોમ આઈસોલેશનમાં રહીને ઈલાજ કરાવી શકે છે. પરંતુ ડૉક્ટરની મંજૂરી લેવી પડશે.

ગલવાનમાં ઘાયલ જવાનોને મળી PM મોદીએ કહ્યુ - આખી દુનિયામાં ગયો તમારા પરાક્રમનો સંદેશગલવાનમાં ઘાયલ જવાનોને મળી PM મોદીએ કહ્યુ - આખી દુનિયામાં ગયો તમારા પરાક્રમનો સંદેશ

English summary
COVID-19 patients has crossed 60 Percent said Ministry of Health and Family Welfare
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X