કોવિડ સંક્રમિત અને રસી લીધેલી માતાઓના દૂધમાં કોવિડ એન્ટિબોડીઝ મળી!
કોરોના વાયરસ અને તેની એન્ટિબોડી અંગે સંશોધન ચાલી રહ્યું છે. હવે જાણવા મળ્યું છે કે જે માતાઓ કોરોનાથી સ્વસ્થ થઈ છે અથવા જેને આ વાયરસ સામે રસી આપવામાં આવી છે તે માતાના દૂધમાં કોવિડ એન્ટિબોડી મળી રહી છે.
નવી દિલ્હી, 15 નવેમ્બર : કોરોના વાયરસ અને તેની એન્ટિબોડી અંગે સંશોધન ચાલી રહ્યું છે. હવે જાણવા મળ્યું છે કે જે માતાઓ કોરોનાથી સ્વસ્થ થઈ છે અથવા જેને આ વાયરસ સામે રસી આપવામાં આવી છે તે માતાના દૂધમાં કોવિડ એન્ટિબોડી મળી રહી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાથી બાળકને ફાયદો થશે. તેનો વિગતવાર અહેવાલ જામા પેડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

સંશોધકોએ જણાવ્યુ છે કે, તેઓએ કુલ 77 માતાઓના દૂધના નમૂના લીધા. જેમાંથી 47 માતાઓને ચેપ લાગ્યો હતો અને સ્વસ્થ થયા હતા, જ્યારે 30 માતાઓને રસી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે જે માતાઓ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે તે માતાના દૂધમાં વાયરસ સામે ઇમ્યુનોગ્લોબ્યુલિન A (IgA) એન્ટિબોડી ઉત્પન્ન કરી હતી, જ્યારે રસીથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિએ મજબૂત ઇમ્યુનોગ્લોબ્યુલિન G (IgG) એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી હતી.
સામાન્ય રીતે ન્યૂટ્રલાઈઝિંગ એન્ટિબોડી એક કોષને સંક્રમણની જૈવિક અસરથી બચાવીને ચેપી કણોથી રક્ષણ આપે છે. આ કિસ્સામાં યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટર (યુઆરએમસી) ના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સંશોધનના સહ-લેખક બ્રિજેટ યંગે જણાવ્યું હતું કે, એન્ટિબોડીઝનું પ્રમાણ માપવું એ એક બાબત છે, જ્યારે તે કહેવુ કે એન્ટિબોડી બાળક પર કેટલી અસર કરશે તે એક અલગ બાબત છે. તેઓએ આગળ જોયું કે આ એન્ટિબોડી ચેપ પછી ત્રણ મહિના સુધી હાજર હતી, જ્યારે રસી લેનાર માતાઓ ત્રણ મહિના પછી એન્ટિબોડીઝમાં ઘટાડો જોવા મળ્યો. સંશોધનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે માતાઓને ચેપ લાગ્યો છે અથવા રસી લીધી છે, તેઓએ એવું ન વિચારવું જોઈએ કે બાળકોને રસી આપ્યા વિના કામ ચાલશે.












Click it and Unblock the Notifications
