Covid-19: ભારતમાં 2 હજારથી વધુ નવા દર્દી મળ્યા, 24 કલાકમાં 1231 રિકવરી, જુઓ આંકડા
ભારતીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 2380 નવા કેસ નોંધાયા છે. જુઓ આંકડા
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના મહામારી હવે કાબુમાં છે. અહીં કોરોનાના 4 કરોડથી વધુ દર્દી મળ્યા હતા. જો કે, આમાંતી મોટાભાગના રિકવર થઈ ગયા. અત્યાર સુધી મહામારીની ત્રણ લહેર આવી ચૂકી છે. આરોગ્ય વિશેષજ્ઞો કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાથી ચિંતિત છે. કોરોનાના નવા મળી રહેલા દર્દીઓની સંખ્યા આમ તો હવે ઘણી ઓછી છે પરંતુ આમાં થોડો વધારો જોવા મળ્યો છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 2380 નવા કેસ નોંધાયા છે.

આ પહેલા બુધવારે 24 કલાકમાં 2067 નવા કેસ સામે આવ્યા છે જે મંગળવારે નોંધવામાં આવેલા 1247 નવા કેસોથી વધુ હતા. એટલે કે છેલ્લા ત્રણ દિવસની સરેરાશ જોઈએ તો કોરોના વાયરસના સંક્રમણમાં તેજી આવી છે. સરકારી આંકડા અનુસાર ગુરુવારે સવારે ડેલી કોવિડ પૉઝિટિવિટી રેટ 0.53 ટકા હતો જ્યારે વીકલી કોવિડ પૉઝિટિવિટી રેટ 0.43 ટકા હતો. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ સમાચાર જણાવી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં લગભગ 4.5 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા.
દેશમાં અત્યાર સુધી કુલ 187.07 કોડ વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, હાલમાં 13,433 સક્રિય દર્દીઓ છે. દિલ્લી, મુંબઈ સહિત અમુક મહાનગરોમાં આ દર્દીઓની સંખ્યામાં તેજી આવી છે. દિલ્લી રાષ્ટ્રીય રાજધાની છે જ્યાં કોવિડ-19ના કેસોમાં તેજી જોવા મળી રહી છે. કાલે અહીં કોરોના વાયરસના 1000થી વધુ નવા કેસ સામે આવ્યા. 1009 નવા સંક્રમણો સાથે શહેરમાં 10 ફેબ્રુઆરી બાદથી સૌથી વધુ કોવિડ-19 કેસ નોંધવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
