કોવિડ રિઝર્વ બેડનો ઉપયોગ ડેન્ગ્યુ-મેલેરિયાના દર્દીઓ માટે કરાશે, દિલ્હી સરકારે આદેશ આપ્યો!
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના મહામારી વચ્ચે આ દિવસોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનાઓમાં દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના મહામારી વચ્ચે આ દિવસોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનાઓમાં દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે તમામ સરકારી હોસ્પિટલોમાં ICU બેડ સહિત કોરોના દર્દીઓ માટે આરક્ષિત બેડનો એક તૃતીયાંશ ભાગના બેડનો ઉપયોગ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓ માટે કરવામાં આવે.
દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે આ પથારી ડેન્ગ્યુ, મેલેરિયા અથવા ચિકનગુનિયાથી પીડિત દર્દીઓને જરૂર પડે ત્યારે ફાળવી શકાય છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પહેલા કહ્યું હતું કે અમે સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરી છે અને કોઈ દર્દીને પરત મોકલવામાં આવી રહ્યા નથી, પરંતુ હવે જો સરકારે આઈસીયુ બેડની વ્યવસ્થા કરી છે અને ડેન્ગ્યુના દર્દીઓ માટે કોરોના રિઝર્વ બેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યોં છે તો સમજી શકાય કે દિલ્હીમાં ડેન્ગ્યુનું જોખમ કેટલું વધી રહ્યું છે.

સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓ વધી રહ્યા છે, તે માત્ર દિલ્હીના જ નથી પરંતુ દિલ્હી બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે. દિલ્હીની હોસ્પિટલોમાં બેડની અછત છે.
સફદરજંગ હોસ્પિટલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓ માટે બેડની અછત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ દર્દીને પાછા મોકલવામાં આવતા નથી અને ઉમેર્યું હતું કે કેન્દ્ર સંચાલિત હોસ્પિટલોમાં પથારીની અછત છે પરંતુ દિલ્હી સરકારે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા કરી છે.
સોમવારે જારી કરાયેલા અહેવાલ મુજબ દિલ્હીમાં આ વર્ષે ડેન્ગ્યુના 1,000 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ગયા અઠવાડિયે 280 થી વધુ કેસ નોંધાયા છે. આ સિઝનમાં દિલ્હીમાં નોંધાયેલા ડેન્ગ્યુના કુલ કેસોમાંથી 665 માત્ર આ મહિનાના પ્રથમ 23 દિવસમાં નોંધાયા હતા.












Click it and Unblock the Notifications
