For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં દર્દીઓની સંખ્યા 3 હજારને પાર, અત્યાર સુધી 77ના મોત, જુઓ લિસ્ટ

કોરોના વાયરસ માટે દેશ અને દુનિયાની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. દેશમાં ખૂબ ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ માટે દેશ અને દુનિયાની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. દેશમાં ખૂબ ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં જ્યાં હવે સંક્રમણના કેસ 3378થી વધુ થઈ ગયા છે અને અત્યાર સુધી 77 લોકો મોતના શિકાર થઈ ચૂક્યા છે, મહારાષ્ટ્રમાં 537, તમિલનાડુમાં 400થી વધુ કોરાના દર્દી છે. દિલ્લીમાં પણ ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. વળી, દુનિયાની વાત કરીએ તો સંક્રમિત લોકોની સંખ્યા સાડા અગિયાર લાખની નજક પહોંચી ગઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાતે નવ વાગે ઘરની બધી લાઈટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલકનીમાં ઉભા રહીને નવ મિનિટ સુધી મિણબત્તી કે દીવો કરવાની અપીલ કરી છે.

coronavirus

જો કે તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની ચપેટમાં વિશ્વની મહાશક્તિ કહેવાતા અમેરિકાની સ્થિતિ બગડી રહી છે. અમેરિકામાં મૃતકોની સંખ્યા વધુ છે. હવે લગભગ 8000 લોકો અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. વળી, 300000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. એક દિવસમાં મૃતકોની સંખ્યા અમેરિકામાં સૌથી વધુ છે. કોરોના સામે બેબસ થઈ ચૂકેલ અમેરિકાએ હવે ભારત પાસે મદદ માંગી છે.

અમેરિકાએ માંગી મદદ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સાથે શનિવારે લાંબી વાતચીત કરી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદી પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટની વધુ માત્રા મોકલવાની અપીલ કરી છે. ટ્રમ્પે પીએમ મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટેબલેટની ખેપ મોકલવાનો આગ્રહ કર્યો છે. તમને જણાવી દઈએ કે હાઈડ્રોક્લોક્વીન ટેબલેટનો ઉપયોગ કરોનાના દર્દીઓના ઈલાજમાં થઈ રહ્યો છે. ભારતમાં ડાઈડ્રોક્લોક્વીન દવાનુ પ્રોડક્શન ભારે માત્રામાં થાય છે. તેમણે પીએમ મોદીને નિવેદન કરીને કહ્યુ કેતેમની મદદ માટે અમેરિકા સદા આભારી રહેશે.

અહીં જુઓ રાજ્યવાર લિસ્ટ

કોરોના વધુ ન ફેલાય એના માટે સરકાર અને ડૉક્ટર લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યુ છે. ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળો. અહીં જુઓ રાજ્ય મુજબ લિસ્ટ -

આ પણ વાંચોઃ કોરોના સામે ભારતની જંગ, પાકિસ્તાનની ATCએ વખાણ કર્યાં, કહ્યું- અમને તમારા પર ગર્વ છે

English summary
COVID19 cases in the last 12 hours, Total number of COVID19 positive cases rise to 3374 in India and 77 deaths says
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X