For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સંક્રમિત દર્દીઓઓની સંખ્યા 49391, અત્યાર સુધી 1694 લોકોના મોત

ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 49 હજારને પાર કરી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 49 હજારને પાર કરી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડાઓ મુજબ દેશભરમાં કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 49,391 થઈ ગઈ છે. જેમાં 33,514 સક્રિય છે, 14,183 લોકો રિકવર થઈ ચૂક્યા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને 1694 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના રિકવરી રેટ વધીને 27.41 ટકા થઈ ગયો છે.

કોરોના વાયરસનુ સંક્રમણ 26 રાજ્યોમાં ફેલાયુ

કોરોના વાયરસનુ સંક્રમણ 26 રાજ્યોમાં ફેલાયુ

કોરોના વાયરસનુ સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયુ છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આની ચપેટમાં છે. આમાં દિલ્લી, ચંદીગઢ, અંદમાન-નિકોબાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરી શામેલ છે. રાજસ્થાન આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના આજે 66 નવા કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમં દર્દીઓની સંખ્યા 3,127 થઈ ગઈ છે અને 82 લોકોના મોત થી ગયા છે. 1581 લોકોનો ઈલાજ ચાલુ છે.

રાજ્યોની સ્થિતિ

રાજ્યોની સ્થિતિ

વળી, ઉત્તરાખંડમાં વધુ એક કોરોના વાયરસના કેસની પુષ્ટિ થઈ ગઈ છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 61 થઈ ગઈ છે. વળી, દિલ્લીમાં કાલ સુધી કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 5000ને પાર કરી ગઈ. દિલ્લી સરકારના અધિકારીઓ અનુસાર એક દિવસમાં 206 લેટેસ્ટ કેસ નોંધવામાં આવ્યા છે. વળી, ઓરિસ્સામાં કોરોના વાયરસનો વધુ એક કેસ પૉઝિટીવ સામે આવ્યો છે અને એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. રાજ્યોમાં અત્યાર સુધી 177 કેસ સામે આવ્યા છે. આમાંથી 115નો ઈલાજ ચાલુ છે. 60 દર્દી રિકવર થઈ ગયા છે. મરનારની સંખ્યા 2 થઈ ગઈ છે.

ગાઝિયાબાદમાં લાગુ રહેશે કલમ 144

ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અજય શંકર પાંડેયે જણાવ્યુ કે જિલ્લામાં કોરોના પ્રસારને જોતા 31 મે 2020 સુધી સીઆરપીસીની કલમ 144 લાગુ રહેશે. આ સમયને સ્થિતિત અનુસાર ઘટાડી કે રદ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગઆ પણ વાંચોઃ કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ

English summary
covid-19 positive caases in india rises to 49391 and 1694 death says health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X