12 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 240નો વધારો, 1637 દર્દી સંક્રમિત
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 240નો વધારો થયો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા હવે 1637 થઈ ગઈ છે, તો આ મહામારીથી 38 લોકોના મોત પણ થયા છે. જો કે રાહતની વાત એ છે કે આમાં 133 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારેઆ અંગેની માહિતી આપી.

મુખ્યમંત્રી કાર્યાલયે આપી માહિતી
વળી, સીએમ ઑફિસ આંધ્રપર્દેશ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 43 લોકો કોવિડ 19થી સંક્રમિત મળી આવ્યા છે જે દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં જમાતના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ આંધ્રપ્રદેશથી પાછા આવ્યા હતા. કોરોના સંક્રમણનુ એપીસેન્ટર બની ચૂકેલ નિઝામુદ્દીન મરકજ સામે દિલ્લી પોલિસે ક્રાઈમ બ્રાંચે કેસ નોંધવાનુ શરૂ કરી દીધુ છે, મરકજથી મોડી રાતે પણ જમાતીઓને બસમાં ભરીને આઈસોલેશનમાં લઈ જવામાં આવ્યા.
|
જમાતમાં શામેલ લોકોની ઘણા રાજ્યોમાં તપાસ
દિલ્લીના નિઝામુદ્દીન અને તેની આસપાસના વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વળી, આ કાર્યક્રમમાં શામેલ લોકોની ઘણા રાજ્યોમાં તપાસ ચાલી રહી છે. યુપીના ઘણા જિલ્લાઓથી આ કાર્યક્રમમા શામેલ થનારા લોકોને ક્વૉરંટાઈન કરવાના સમાચાર પણ આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો જમાતના કાર્યક્રમમા શામેલ થવા આવ્યા હતા. તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેનાર જમ્મુના 10 લોકોને પણ ક્વૉરંટાઈને માટે મોકલવામાં આવ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસની સંખ્યા
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે 42345 લોકોનો મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. જ્યારે 1,78 લાખ લોકો આના સંક્રમણથી સાજા પણ થઈ ગયા છે. ભારતની વાત કરીએ તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં કેસ સામે આવ્યા છે જ્યાં 300થી વધુ લોકો સંક્રમિત છે.












Click it and Unblock the Notifications
