મમતાને સતાવી રહ્યો છે મોતનો ડર, કહ્યું વિરોધીઓ કરાવી શકે છે મારી હત્યા

mamata-banerjee
કલકત્તા, 20 જૂન: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોતનો ડર સતાવી રહ્યો છે. તે ડરી ગયા છે. તેમને જીવનું જોખમ લાગી રહ્યું છે. મમતા બેનર્જીએ પ્રમુખ વિપક્ષી દળ માકપા પર નક્સલીઓ સાથે હાથ મીલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું છે કે માકપા નક્સલીઓના માધ્યમથી તેમની હત્યા કરાવવા માંગે છે.

વિપક્ષી દળ માકપા પર આરોપ લગાવતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમના વિરૂદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. માકપા નક્સલીઓની મદદ લઇને તેમની હત્યા કરાવી શકે છે. તો બીજી તરફ તેમને એમપણ કહ્યું હતું કે આ કામમાં કોંગ્રેસ અને ભાજપા પણ માકપાનો સાથ આપી રહી છે. 24 પરગણા જિલ્લાના અડીને આવેલા કસ્બામાં પોતાના પહેલાં ચૂંટણી અભિયાન દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે માકપાએ નક્સલીઓ સાથે મળીને તેમની હત્યા કરવાની બ્લૂ પ્રિંટ તૈયાર કરી લીધી છે.

તેમને આરોપ લગાવતાં કહ્યું હતું કે માકપા સત્તામાં પરત ફરવાની તક શોધી રહી છે. જે ક્યારેય પૂરી નહી થાય. માકપા, નક્સલી, કોંગ્રેસ અને ભાજપાએ મારી સરકાર વિરૂદ્ધ કાવતરું ઘડવા માટે અંદરો અંદર હાથ મિલાવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે તેમની પાસે એવી ગુપ્તચર રિપોર્ટ છે જેમાં પુરાવા મળ્યા છે કે તેમની હત્યા કરવામાં આવી શકે છે. મમતા બેનર્જીએ લગાવેલા આરોપ પર હાલમાં કોઇ પક્ષે સ્પષ્ટતા આપી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X