દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું કોકપિટ વોઇસ રેકોર્ડર મળી આવ્યું

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેનાના દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર MI - 17 V5માં સવાર 20 વ્યક્તિઓ મૃત્યુ પામી હોવાના અહેવાલને વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એન એ કે બ્રાઉને સમર્થન આપ્યું છે. એર ચીફ માર્શલે આજે ગૌરીકુંડ ખાતે આવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એર ચીફ માર્શલ બ્રાઉને કહ્યું કે હેલિકોપ્ટરમાં 20 લોકો સવાર હતા. તેમાંથી પાંચ વ્યક્તિ હવાઈ દળની હતી. આ કમનસીબ દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનું કોકપીટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. તેને એનાલિસીસ માટે ચંડીગઢ મોકલી આપવામાં આવશે.
બ્રાઉને કહ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટના માટે ખરાબ હવામાન કારણરૂપ હતું કે કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી, તે હજી પાકું થયું નથી. માત્ર એનાલિસીસ પરથી જ નક્કી થશે. દુર્ઘટનામાં માર્યા ગયેલા વાયુ સેનાના જવાનોના નામ આ પ્રમાણે આપ્યા છે...
વિંગ કમાન્ડર ડેરીલ કેસ્ટેલિનો, ફ્લાઈટ લેફ્ટેનન્ટ કે પ્રવીણ, જુનિયર વોરન્ટ ઓફિસર એ કે સિંઘ, સાર્જન્ટ સુધાકર યાદવ, ફ્લાઈટ લેફ્ટેનન્ટ તપન કપૂર.












Click it and Unblock the Notifications
