For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલામાં શહીદ જવાનોના પરિવારોને નવું ઘર મળશે, SBI એ કરી આ મોટી જાહેરાત

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં, દેશએ 40 બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થઇ ગયા.

|
Google Oneindia Gujarati News

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં, દેશએ 40 બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થઇ ગયા. આ હુમલા પછી દેશમાં ગુસ્સો છે. લોકો દુઃખી છે અને આ દુઃખના સમયે શહીદ જવાનો સાથે ઉભા છે. આ હુમલામાં શહીદોના પરિવારોને મદદ કરવા માટે સરકારથી લઈને સેલિબ્રિટી, આમથી લઈને ખાસ લોકો તમામ શહીદોના પરિવાર માટે આગળ આવી રહ્યા છે.

આ પણ વાંચો: પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, 'યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'

શહીદોના પરિવારોને નવું ઘર

શહીદોના પરિવારોને નવું ઘર

રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન ક્રેડાઈ (CREDAI)એ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 2 BHK ફ્લેટ આપવાનું જાહેર કર્યું છે. ક્રેડાઈ (CREDAI) એ પુલવામામાં શહીદ જવાનોના પરિવારોને નવું ઘર આપવાનું જાહેર કર્યું છે. ક્રેડાઈ (CREDAI)એ કહ્યું છે કે જવાનોને તેમના ગામમાં અથવા જ્યાં તેમનું પરિવાર સ્થાયી હોય ત્યાં ઘર આપવામાં આવશે છે.

આ સંગઠન શહીદોના પરિવારને મદદ કરવા આગળ આવ્યું

આ સંગઠન શહીદોના પરિવારને મદદ કરવા આગળ આવ્યું

ક્રેડાઈ સંગઠન શહીદોના પરિવારને મદદ કરવા આગળ આવ્યું છે. સંગઠનએ શહીદોના પરિવારના સભ્યોને તેમના જ રાજ્યમાં સ્થાયી રૂપથી એક ઘર આપવાનું જાહેર કર્યું છે. ક્રેડાઈના અધ્યક્ષ જે શાહએ જણાવ્યું હતું કે શહીદોના પરિવારોને તેમના જ રાજ્યમાં અથવા શહેરમાં બે રૂમ વાળું એક ઘર આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ક્રેડાઈ, ભારતમાં ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સની પ્રમુખ સંસ્થા છે. તેમાં દેશના 23 રાજ્યોની 12,000 થી વધુ રિયલ એસ્ટેટ કંપનીઓ સામેલ છે.

SBI મદદ માટે આવી આગળ

SBI મદદ માટે આવી આગળ

શહીદોના પરિવારોને મદદ કરવા માટે દેશની સૌથી મોટી સાર્વજનિક સેક્ટરની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) આગળ આવી છે. એસબીઆઈએ પુલાવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનો માટે એક ખાસ પહેલની જાહેરાત કરી અને તમામ સીઆરપીએફ જવાનો માટે વીમા રકમ જારી કરવાને વેગ આપવા માટે આગળ વધ્યા છે.એટલું જ નહીં, આ હુમલામાં શહીદ થયેલા 23 સૈનિકોએ બેંક પાસેથી લોન લીધી હતી, જેણે બેંકે તાત્કાલિક તમામ બાકી લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં બેંક તેમના તમામ કર્મચારીઓને સ્વૈચ્છિક ગૃમંત્રાલયની વેબસાઇટ Bhart Ke Veer અને એપ્લિકેશન દ્વારા નાણાં મોકલવા માટે અપીલ કરી છે. જેથી આ મદદ શહીદોના પરિવારો સુધી પહોંચી શકે.

English summary
CREDAI offer 2BHK flat to Pulawama terror attack Martyrs CRPF Families
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X