
પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, ‘યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પુલવામા હુમલા બાદ પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ કરવા માટે બહાર આવ્યા છે. ઈમરાન ખાને રેડિયો પાકિસ્તાન પર આવીને કહ્યુ કે આ 'નવુ પાકિસ્તાન' છે અને અમે આવી કોઈ હરકત કરતા નથી. ઈમરાન ખાને કહ્યુ કે આ હુમલા પાછળ જો કોઈ પુરાવા હોય તો અમને આપો, અમે તેના પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે. પાકિસ્તાન પીએમે કહ્યુ કે અમે દહેશતગર્દી સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જો કે ઈમરાન ખાને સાથે એમ પણ કહ્યુ કે જો ભારતે હુમલો કર્યો તો યુદ્ધનો જવાબ યુદ્ધથી આપવામાં આવશે.

સાઉદી ક્રાઉન પ્રિન્સને કારણે ચૂપ રહ્યો...
પ્રેસ કોન્ફરન્સમાં આવતા જ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યુ કે તે આટલા દિવસ એટલા માટે ચૂપ બેઠા હતા કારણકે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ ઈસ્લામાબાદના પ્રવાસ પર હતા. ખાને કહ્યુ, ‘જ્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનનો પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે શું અમે આવુ કામ કરીશુ. શું કોઈ મૂર્ખ પણ હશે તો પ્રેસ કોન્ફરન્સ કરશે અને જો આનાથી ફાયદો થશે તો અમને શું ફાયદો થશે?'

‘દહેશતગર્દી માટે અમારી જમીનનો ઉપયોગ નહી થાય'
ખાને આગળ કહ્યુ, ‘પાકિસ્તાન જ્યારે સ્થાયિત્વની તરફ જઈ રહ્યુ છે, ત્યારે અમે કેમ દહેશતગર્દીની તરફ જઈએ? હું ભારત સરકારને કહેવા ઈચ્છુ છુ કે તમે વારંવાર પાકિસ્તાનને કેમ જવાબદાર કેમ ગણાવતા રહો છો? અમે સ્થિરતા ઈચ્છીએ છીએ. અમારુ હવે નવુ પાકિસ્તાન છે. તમે કોઈ પણ પ્રકારની તપાસ કરાવવા ઈચ્છતા હોવ તો અમને કહો. અમે કાર્યવાહી કરીશુ. આ એટલા માટે કરીશુ કારણકે જો કોઈ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યુ તો કાર્યવાહી થશે.'

યુદ્ધનો જવાબ યુદ્ધથી આપવામાં આવશે
ઈમરાન ખાને કહ્યુ કે દહેશતગર્દીમાં અમારા પાતાના 70 હજાર પાક સૈનિક માર્યા ગયા છે. ઈમરાને કાશ્મીર મુદ્દે કહ્યુ કે અમે વાતચીત કરવા માટે તૈયાર છે અને આનાથી સમસ્યાનો ઉકેલ આવશે. અમે આતંક પર વાત કરવા માટે તૈયાર છીએ. જો તમે વિચારતા હોવ કે તમે પાક પર હુમલો કરીશુ તો પાકિસ્તાન પણ પાછળ નહિ રહે. અમે પીછેહટ નહિ કરીએ. અમે દહેશતગર્દીની વાત કરીશુ. તેમણે કહ્યુ કે અમે યુદ્ધનો પૂરો જવાબ આપીશુ.

પાકિસ્તાનને ઘેરવાની તૈયારીમાં ભારત
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવી દિલ્લી P-5 દેશો સાથે દુનિયાના ઘણા મોટા દેશો સાથે વાત કરીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. પુલવામા હુમલાના બીજા દિવસે જ ભારતે પાકિસ્તાન પાસેથી ‘મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો લઈ લીધો હતો. આ તરફ ભારતે પાકિસ્તાનમાં પોતાના રાજદૂતને પણ નવી દિલ્લી પાછા બોલાવી લીધા છે. વળી, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત હુર્રિયતને મળતી બધી સુવિધાઓ નવી દિલ્લીએ પાછી લઈ લીધી છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. આ એક આત્મઘાતી હુમલો હતો જેને જૈશના આતંકી આદિલ અહમદ ડારે અંજામ આપ્યો હતો. આદિલ, પુલવામાના જ કોકરેગાંવનો રહેવાસી હતો.
આ પણ વાંચોઃ સિદ્ધુને શોમાંથી કાઢ્યા બાદ પહેલી વાર કપિલ શર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન