For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરભજન સિંહે સાંસદ બનતા જ લીધો ઉમદા નિર્ણય, ખેડૂતોની દીકરીઓ માટે ખર્ચ કરશે પગાર

આમ આદમી પાર્ટી(આપ)ના રાજ્યસભાના સાંસદ બનતા જ ક્રિકેટર હરભજન સિંહે એક મોટુ એલાન કરી દીધુ.

|
Google Oneindia Gujarati News

જલંધરઃ આમ આદમી પાર્ટી(આપ)ના રાજ્યસભાના સાંસદ બનતા જ ક્રિકેટર હરભજન સિંહે એક મોટુ એલાન કરી દીધુ. હરભજને કહ્યુ કે તે પોતાનો પગાર ખેડૂતોની દીકરીઓના અભ્યાસ અને સામાજિક કામોમાં ખર્ચ કરશે. તેમણે ટ્વિટ કરીને આની માહિતી આપી. ટ્વિટમાં તેમણે લખ્યુ, 'પોતાના દેશને સારો બનાવવામાં હું પણ યોગદાન આપવા માંગુ છુ. હું એ બધુ કરીશ, જે હું કરી શકુ છુ.'

harbhajan

હરભજન સિંહે કહ્યુ કે, 'હું ખેડૂતોની દીકરીઓના અભ્યાસ અને સામાજિક કામો માટે પોતાની રાજ્યસભાની સેલેરી આપવા માંગુ છુ.' તમને જણાવી દઈએ કે હરભજન સિંહે ગયા વર્ષે 24 ડિસેમ્બરે જ ક્રિકેટના બધા ફૉર્મેટમાંથી સન્યાસ લઈ લીધો હતો. ત્યારબાદથી આશા રાખવામાં આવી રહી હતી કે તે રાજનીતિમાં આવશે. તેમણે આમ આદમી પાર્ટીનો પાલવ પકડી લીધો. કહેવાય છે કે તે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની નજીક છે માટે આપે તેમને પોતાના કોટામાંથી રાજ્યસભામાં મોકલી દીધા.

હરભજન સિંહ 41 વર્ષના છે અને તેમણે રાજ્યસભા સભ્ય તરીકે શનિવારે(16 એપ્રિલ) ટ્વિટ કરીને એલાન કર્યુ છે કે તે ખેડૂતોના હિતમાં પોતાના પગારનો ઉપયોગ કરશે. રાજકારણના જાણકારો કહી રહ્યા છે કે આ તેમણે ખેડૂતો માટે એક નવી પહેલ શરુ કરી છે. તે પંજાબના જલંધરના રહેવાસી છે અને જલંધરમાં જ જન્મ્યા છે.

હરભજનનુ ક્રિકેટ કરિયર શાનદાર રહ્યુ છે. તેમણે 103 ટેસ્ટમાં 417 વિકેટ અને 236 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં 269 વિકેટ લીધી. તેમના નામે 28 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 25 વિકેટ પણ નોંધાયેલી છે. આઈપીએલમાં પણ તેમણે 163 મેચો રમી જેમાં 150 વિકેટ લીધી. આઈપીએલમાં તે ચેન્નઈ સુપર કિંગ્ઝ, કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈંડિયન્સ માટે રમી ચૂક્યા છે.

English summary
Cricketer Harbhajan Singh says- As a Rajya Sabha member, I want to contribute my RS salary to the daughters of farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X