ક્રાઇમ પેટ્રોલના અભિનેતા કમલેશ પાંડેએ કરી આત્મહત્યા

Written By:
Subscribe to Oneindia News

ટીવી અભિનેતા કમલેશ પાંડેએ સોમવારે રાત્રે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. ઉપલબ્ધ જાણકારી અનુસાર કમલેશ પાંડેએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેઓ દારૂના નશામાં હતા.

kamlesh pandey

Read Also: કાલથી 500 નોટ ક્યાંય નહીં ચાલે, ખબર છે ને?

કમલેશ પાંડે સોમવારે રાત્રે જબલપુર(મધ્યપ્રદેશ) પોતાની સાળી અંજની ચતુર્વેદીના ઘરે પહોંચ્યા ત્યારે દારૂના નશામાં હતા અને તેમની પત્ની અને સાળી સાથે કોઇક મુદ્દે તેમને ઝગડો થયો હતો.

પત્ની સાથે ઝગડો થયા બાદ તેઓ રિવોલ્વર લઇને અગાશી પર ગયા અને ત્યાં પોતાની ગોળી મારી દીધી. કમલેશે પોતાની છાતી પર ગોળી મારી હતી. ઘાયલ કમલેશને ત્યાર બાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

ઉપલબ્ધ જાણકારી અનુસાર, કમલેશ પોતાની સાળી અને સાઢુભાઇથી પણ નારાજ હતા, કારણ કે સાળી અંજનિએ તેમને પોતાની દિકરીના લગ્નમાં આમંત્રણ નહોતું આપ્યું.

Read Also: વડોદરાના પાદરાના શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ

ક્રાઇમ પેટ્રોલમાં પોલીસનું પાત્ર ભજવ્યા બાદ તે ખાસા લોકપ્રિય થઇ ગયા હતા. ક્રાઇમ પેટ્રોલ સિવાય તેમણે યે હે મોહબ્બતેં, કાલા ટીકા, ટશન-એ-ઇશ્ક, દીયા ઔર બાતી જેવી ઘણી લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કર્યું હતું.

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, હાલ તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે અને આ રિપોર્ટ આવ્યા બાદ જ પાકે પાયે કંઇ કહી શકાશે.

English summary
Crime Patrol actor Kamlesh Pandey commits suicide.
Please Wait while comments are loading...