છત્તીસગઢમાં નક્સલી હુમલો, CRPFના 11 જવાનોનું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

છત્તીસગઢ ના સુકમામાં મઓવાદી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફ ના ઓછામાં 11 જવાનોનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. મુખ્યમંત્રી રમણ સિંહે આ અંગેની જાણકારી આપી છે.

sukma

સુકમા જિલ્લાના સરપંચની પણ હત્યા

શનિવારના રોજ થયેલા આ હુમલા માં નક્સલવાદીઓએ મૃત્યુ પામેલા જવાનોના 10 હથિયાર તથા રેડિયો સેટ્સ પણ લૂંટી લીધા છે. મૃત્યુ પામેલા સીઆરપીએફના જવાનો બટાલિયન 219 હેઠળ કામગીરી બજાવતા હતા. આઇ.જી. સુંદર રાજે આ અંગે ન્યૂઝ એજન્સિ એએનઆઇને જાણકારી આપતા કહ્યું કે, જવાનો એક ખુલ્લા રસ્તા પર વ્યાયામ કરી રહ્યાં હતા. તે સમયે જ નક્સલવાદીઓએ તેમની પર ફાયરિંગ શરૂ કર્યું. શુક્રવારના રોજ સુકમા જિલ્લાના પૂર્વ સરપંચની નક્સલવાદીઓએ હત્યા કરી હતી. આ સરપંચની હત્યા પાછળનું કારણ એ હતું કે, નક્સલવાદીઓને શંકા હતી કે તે પોલીસ સાથે મળીને તેમની વિરુદ્ધ કોઇ કાવતરું કરી રહ્યો છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું છે, સુકમામાં સીઆરપીએફના જવાનોની હત્યાનું મને દુઃખ છે. શહીદોને સલામ, તેમના પરિવારજનોને આશ્વાસન આપું છું. ઇજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.


આ સાથે જ અન્ય એક ટ્વીટ કરતાં તેમણે લખ્યું કે, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે સુકમાની ઘટના અંગે વાતચીત કરી છે. તેઓ જલ્દી જ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા સુકમા પહોંચશે.

ત્રણ નક્સલવાદીઓએ કર્યું સમર્પણ

શુક્રવારે જ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓએ ત્રણ નક્સલવાદીઓએ સમર્પણ કર્યું હતું, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બે મહિલા કેડર્સ જેમનાં નામ ટાટી ભીમા અને કુંજન સોમદી છે, તેમની પોલીસે ઉસૂરથી ધરપકડ કરી હતી. તો 20 વર્ષીય નક્સલી હાપકા સાન્નૂની પોલીસે નાજમદ પોલીસ સ્ટેશનથી ધરપકડ કરી હતી. 7 માર્ચના રોજ સીઆરપીએફની બટાલિયન 229 એ નક્સલવાદીઓની શોધ માટે એક સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું હતું.

English summary
11 CRPF jawans have lost their lives in Maoist attack in Sukma in Chhattisgarh says CM Raman Singh.
Please Wait while comments are loading...