For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટાભાગના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જૂન: યૂપીએ સરકારના 55 મંત્રીઓમાંથી મોટાભાગના મંત્રીઓએ નિર્ધારિત સમયસીમામાં સરકારી બંગલા ખાલી કર્યા નથી. યૂપીએ સરકારના પૂર્વ મંત્રીઓને ગુરુવાર સુધી સરકારી બંગલો ખાલી કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. ડેડલાઇન પૂરી થયા બાદ પણ શહેરી વિકાસ મંત્રાલય તેમને નવેસરથી નોટિસ જારી કરવા માટે તૈયારી કરી રહ્યું છે. મોદી સરકારના નવા મંત્રીઓમાંથી 9 મંત્રી સાંસદ તરીકે મળેલ પોતાના જૂના બંગલામાં જ રહેશે, જ્યારે અન્ય 29ને તેમના દરજ્જા અનુસાર બંગલાઓની ફાળવણી કરવામાં આવી છે.

શહેરી વિકાસ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે જે લોકોને ગુરુવાર સુધી બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, તેમાંથી કેટલાંક જ લોકોએ બંગલા ખાલી કર્યા છે. સરકારી બંગલા ખાલી કરનારાઓમાં પૂર્વ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું કે 'કેટલાંક લોકોએ વધુ સમયની માંગણી કરી છે, જ્યારે કેટલાંક લોકો ટૂંક સમયાં પોતાનો બંગલો ખાલી કરી દેશે.'

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આ સંબંધમાં ખૂબ જ વધારે સમય આપવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે 'આના માટે બે અથવા ત્રણ મહીનાનો સમય આપી શકાય નહીં, કારણ કે નિયમ તેની પરવાનગી આપતું નથી.'

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મંત્રાલય હેઠળ સંપત્તિ નિર્દેશાલય તેમને નવેસરથી નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂ, ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાન, મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી અને કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ પોતાના જૂના બંગલામાં જ રહેશે.

કયા મંત્રીઓને હજી બંગલા મળ્યા નથી...

ગૃહ મંત્રી રાજનાથ સિંહ

ગૃહ મંત્રી રાજનાથ સિંહ

જૂના મંત્રીઓ દ્વારા બંગલા ખાલી નહીં કરવાના કારણથી જ ગૃહ મંત્રી રાજનાથ સિંહ પોતાના ઘરોમાં જઇ શક્યા નથી.

નાણા મંત્રી અરૂણ જેટલી

નાણા મંત્રી અરૂણ જેટલી

જોકે જૂના મંત્રીઓ દ્વારા બંગલા ખાલી નહીં કરવાના કારણથી જ નાણા મંત્રી અરૂણ જેટલી પોતાના સરકારી મકાનમાં જઇ શક્યા નથી.

માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી

માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી

જોકે જૂના મંત્રીઓ દ્વારા બંગલા ખાલી નહીં કરવાના કારણથી જ માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પોતાના સરકારી મકાનમાં જઇ શક્યા નથી.

રેલ મંત્રી સદાનંદ ગૌડા

રેલ મંત્રી સદાનંદ ગૌડા

જોકે જૂના મંત્રીઓ દ્વારા બંગલા ખાલી નહીં કરવાના કારણથી જ રેલ મંત્રી સદાનંદ ગૌડા પોતાના સરકારી મકાનમાં જઇ શક્યા નથી.

લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રા

લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રા

જોકે જૂના મંત્રીઓ દ્વારા બંગલા ખાલી નહીં કરવાના કારણથી જ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રા પોતાના સરકારી મકાનમાં જઇ શક્યા નથી.

English summary
Some former minister did not empty government house yet, current ministers are still waiting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X