શીલા પર કેજરી'વાર', CWG કૌભાંડમાં FIR દાખલ

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની મુશ્કિલોમાં વધારો થઇ ગયો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે કોમનવેલ્થ કૌભાંડમાં નવેસરથી એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોને કેસ નોંધીને તપાસ હાથ ધરવાનું જણાવવામાં આવ્યું છે.

એફઆઇઆરમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને તેમના પીડબ્લ્યૂડીમંત્રીના નામનો સમાવેશ થઇ શકે છે. આ મામલો લાઇટ ખરીદી સાથે જોડાયેલ છે જેમાં કોન્ટ્રાક્ટ નિયમોને નેવે મૂકીને કરવામાં આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શીલા દીક્ષિતે જ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.

cwg
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2010ના કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હીમાં સ્ટ્રીટ લાઇટની ખરીદી થઇ હતી, જેમાં ઘોટાળો સામે આવ્યો હતો. આરોપ છે કે બજાર ભાવ કરતા વધારે કિંમત પર આ લાઇટો ખરીદવામાં આવી હતી.

આરોપ છે કે પાંચથી છ હજાર રૂપિયામાં મળનારી લાઇટ 27 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમસીડી અધિકારીઓ વિરુધ્ધ પણ એફઆઇઆર નોંધાશે. અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર સમયથી કહેતા આવ્યા છે કે તેઓ શીલા દીક્ષિત વિરુધ્ધ તપાસ બેસાડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X