1 કરોડ લોકોની બેંક ડિટેલ નથી સુરક્ષિત, જાણકારી થઇ લીક

Posted By:
Subscribe to Oneindia News

શું તમે ખરેખરમાં માનો છો કે તમારી તમામ બેકિંગ ડિટેલ જે હવે ડિઝીટલાઇઝ થઇ ચૂકી છે તે સેફ છે? આજ કાલ આપણે તમામ કામ મોબાઇલથી કરીએ છીએ તે સરળ પણ છે. અને આપણો સમય પણ બચે છે પણ કેટલાક ભેજાબાજ લોકો તમારી આ વાતનો ફાયદો પોતાના સ્વાર્થ માટે ઉઠાવે છે અને તમને તે વાતની જાણ પણ નથી થતી.

Read also : પેટાચૂંટણી: ભાજપની બલ્લે બલ્લે પણ ઇવીએમ દુખી છે!

દિલ્હી પોલિસે એક એવા મોડ્યૂલની ભાંગફોડ કરી છે જે બેંકની ડિટેલ વેચી રહ્યા હતા. અને તેમાં જ્યારે આંકડા બહાર આવ્યા ત્યારે પોલીસ પોતે છક્ક થઇ ગઇ. કારણ કે આ કેસમાં 1 કરોડથી વધુ લોકોની બેંક ડિટેલ એક વ્યક્તિ દ્વારા કોડીના ભાવે વેચાતી હતી. અને ખરીદનાર વ્યક્તિ આ ડિટેલથી તમારી મહા મહેનતથી કમાયેલી મૂડીને પોતાના નામે કરી શકવા સક્ષમ હતો. ત્યારે શું છે આ સમગ્ર કિસ્સો વિગતવાર જાણો અહીં...

10 થી 20 પૈસા વેચાય છે!

10 થી 20 પૈસા વેચાય છે!

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે દિલ્હીમાં એક માણસ દ્વારા બેંક ખાતા સાથે જોડાયેલી મહત્વની જાણકારી 10 થી 20 પૈસામાં વેંચવામાં આવી રહી હતી. આ બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે દિલ્હી પોલીસે ગ્રેટર કૈલાશમાં 80 વર્ષીય મહિનાના કાર્ડથી 1.46 લાખ રૂપિયા ગાયબ થયા હોવાની તપાસ શરૂ કરી હતી ત્યારે આ આખો મામલો બહાર આવ્યો હતો.

1 કરોડ લોકો સાથે છેતરપીંડી

1 કરોડ લોકો સાથે છેતરપીંડી

સાઉથ ઇસ્ટના ડીસીપી આર બાનિયનાએ કહ્યું કે એક તેવી ગેંગ પકડાઇ છે જેની પાસેથી 1 કરોડથી વધુ લોકોના બેંક એકાઉન્ટ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સંવેદનશીલ જાણકારી છે. અને તે આ માહિતી લીક કરીને કમાણી કરી રહ્યા છે. આ ગેંગ દ્વારા 1 લાખથી વધુ લોકોને નિશાનો બનાવીને તેમની ફેસબુક અને વોટ્સઅપ ડિટેલ પણ લીક કરવામાં આવી છે.

જાણકારી

જાણકારી

જો કે સૌથી ખતરનાક વાત તો એ છે કે આ મોડ્યૂલ બેંક અધિકારીઓની મદદથી ચાલી રહ્યું હતું. અને તેમાં કાર્ડ નંબર, કાર્ડ ગ્રાહકનું નામ, ડેટ ઓફ બર્થ, મોબાઇલ નંબર સામેલ છે. તપાસ દરમિયાન પોલીસને પૂરન ગુપ્તા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે 50 હજાર લોકોની જાણકારી વેચવા માટે 10 થી 20 હજાર રૂપિયા લેતો હતો.

શું હતી ટ્રીક?

શું હતી ટ્રીક?

આ લોકો બેંકની જાણકારી મેળવવા માટે બેંક કર્મચારી બનીને લોકોને ફોન કરતા હતા અને પછી કાર્ડનો CVV નંબર અને વન ટાઇમ પાસવર્ડ પૂછી લેતા હતા. અને તે પછી આ લોકોના પૈસા ઉડાવી લેતા હતા. એટલું જ નહીં લોકો પણ આમની જાળમાં ફસાઇ જતા હતા કારણ કે તેમની પાસે તમામ જાણકારી પહેલેથી હોવાથી તે સરળતાથી લોકોનો વિશ્વાસ જીતી લેતા હતા. માટે જો તમને પણ આ પ્રકારના કોઇ કોલ આવે તો તમારે ક્યારે ઉપરોક્ત વિગતો કોઇને જણાવી નહીં.

English summary
Busted a module that sold sensitive info like bank a/c, credit&debit card details,Facebook & Whatsapp data of 1 cr ppl.
Please Wait while comments are loading...