For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મેકુનુ ચક્રવાત’: કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા, રેડ એલર્ટ

કર્ણાટકમાં ‘મેકુનુ ચક્રવાત' સમુદ્રી જિલ્લાઓ સુધી પહોંચી ગયુ છે. જે અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ રાજ્ય માટે રેડ એલર્ટ જારી કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 'મેકુનુ ચક્રવાત' સમુદ્રી જિલ્લાઓ સુધી પહોંચી ગયુ છે. જે અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ રાજ્ય માટે રેડ એલર્ટ જારી કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે પ્રદેશના અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમને કાંઠાના વિસ્તારોમાં સમગ્ર વ્યવસ્થા કરવાના કડક નિર્દેશો આપ્યા છે. તેમણે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાનું કહ્યુ છે કે પ્રભાવિત ક્ષેત્રોમાં દરેક પ્રકારની સંભવિત મદદ પહોંચી શકે.

‘મેકુનુ ચક્રવાત’

‘મેકુનુ ચક્રવાત’

ઉલ્લેખનીય છે કે ‘મેકુનુ ચક્રવાત' ના કારણે કર્ણાટકના સમુદ્રી વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ચક્રવાતની અસર મંગળવારથી જ જોવા મળી રહી છે કારણકે દક્ષિણ કન્નડ અને ઉડીપીના કાંઠાના જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તા ડૂબી ગયા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ છે. કેટલાક બાળકોને હોડીમાં તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

કર્ણાટકના ભારે વરસાદની સંભાવના

કર્ણાટકના ભારે વરસાદની સંભાવના

કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવનાને જોતા શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને બજાર બંધ રહ્યા અને આજે પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.

હવામાન વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

હવામાન વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

ગૃહ મંત્રાલયે કહ્યુ કે તેમણે મેંગલોરની સ્થિતિની સમીક્ષા કરી છે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વધુ ટીમોને રાહત અને બચાવ કાર્ય માટે સ્થાનિક પ્રશાસનની મદદ કરવા માટે મોકલ્યા છે. તમને જણાવી દઈએ કે અરબ સાગરમાં એક શક્તિશાળી ચક્રવાતી તોફાન ઉઠ્યુ છે. ‘મેકુનુ' નામના આ તોફાનના કારણે અરબ સાગરમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે આ તોફાનના કારણે ભારતના પશ્ચિમી કાંઠાને કોઈ ખતરો નથી તેમછતાં ત્યાં એલર્ટ જારી છે. હવામાન વૈજ્ઞાનિકોએ કાંઠા પર પહોંચ્યા બાદ આ ચક્રવાત વધુ તીવ્ર થવાની આશંકા દર્શાવી છે.

English summary
cyclone mekunu hits coastal karnataka mangaluru worst hit school colleges shut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X