Cyclone Mocha Update : ચક્રવાત મોકાએ સર્જી મ્યાનમાર અને બાંગ્લાદેશમાં તારાજી, જાણો ભારતમાં શું છે હાલ

Cyclone Mocha Update : ચક્રવાત મોકા ઘણુ ખતરનાક બની ગયું છે. આ રવિવારના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકિનારા પર ત્રાટકી શકે છે. ચક્રવાત મોકા બાંગ્લાદેશ અને મ્યાનમારના હજારો લોકોને પ્રભાવિત કરી શકે છે.

240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની અને 12 ફૂટ સુધી દરિયાઇ મોજા ઉછળે તેવી શક્યતા છે. ચક્રવાત મોકાનો સૌથી વધુ પ્રભાવ મ્યાનમારના રખાઇન અને ચિન રાજ્યોમાં દેખાશે.

Cyclone Mocha Update

જોખમી વિસ્તારોમાંથી સ્થાનિકોને બહાર કાઢવામાં આવ્યા - યુનાઈટેડ નેશન્સ સેટેલાઇટ સેન્ટર દ્વારા ચેતવણી આપી છે કે, જો વાવાઝોડું બંગાળની ખાડી તરફ આગળ વધશે, તો ઘણા વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે.

બાંગ્લાદેશમાં આપત્તિ રાહત અધિકારી મિઝાનુર રહેમાને કહ્યું હતું કે, જીવન બચાવવા એ અમારી પ્રાથમિકતા છે, તોફાન બપોરના સુમારે ત્રાટકે તે પહેલા અમે જોખમવાળા વિસ્તારોમાંથી લગભગ 300,000 લોકોને બહાર કાઢ્યા છે.

રાહત પેકેજોની ગોઠવણ કરવામાં આવી રહી છે - સહાય કાર્યકરો ચક્રવાતના માર્ગની નજીક, કોક્સ બજારના બીચ નગરમાં કેમ્પમાં રહેતા 10 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ વિશે ચિંતિત છે. એક્શન એઇડ બાંગ્લાદેશના ફરાહ કબીરે જણાવ્યું હતું કે, જોખમવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે અને અમે રાહત પેકેજની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ.

સ્થાનિક લોકોની મદદથી ભોજનની વ્યવસ્થા - પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યાનમારના ગરીબ રખાઈન પ્રાંતમાં ગત સપ્તાહથી લગભગ 100,000 લોકો સુરક્ષિત વિસ્તારોમાં ગયા છે. અરકાન આર્મીના પ્રવક્તા ખિન થુ ખાએ જણાવ્યું હતું કે, અમે આ વિસ્તારના મઠો અને શાળાઓનો આશ્રયસ્થાનો તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ. અમે સ્થાનિક રહેવાસીઓના સહયોગથી ભોજનની વ્યવસ્થા કરી છે, પરંતુ જો આ લાંબો સમય ચાલશે તો મુશ્કેલી વધી શકે છે.

મ્યાનમારમાં ફ્લાઈટ્સ રદ્દ - મ્યાનમાર એરવેઝ ઈન્ટરનેશનલે જણાવ્યું હતું કે, રખાઈન રાજ્યમાં તેની તમામ ફ્લાઈટ્સ સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. મ્યાનમાર રેડ ક્રોસ સોસાયટીએ જણાવ્યું હતું કે, તે કટોકટીની તૈયારી કરી રહી છે. બાંગ્લાદેશના સૌથી મોટા બંદર ચિત્તાગોંગ પરની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. બોટ પરિવહન અને માછીમારી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X