Cyclone Sitrang: સિતરંગ વાવાઝોડાથી બાંગ્લાદેશમાં 7ના મોત, દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

વાવાઝોડા સિતરંગના કારણે બાંગ્લાદેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો. જાણો ભારતના કયા રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

વાવાઝોડા 'સિતરંગ'ના કારણે બાંગ્લાદેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો. સમાચાર એજન્સીએ જણાવ્યુ કે બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલા ટાપુના જિલ્લાઓમાં મૃત્યુ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે સિતરંગ વાવાઝોડુ સોમવારે સવારે બાંગ્લાદેશના તટથી ટકરાઈ ગયુ ત્યારબાદ ઘણા વિસ્તારોમાં વિનાશનો દ્રશ્યો જોવા મળ્યા. હજારો લોકોને પ્રભાવિત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.

ભારતના આ રાજ્યોમાં એલર્ટ

ભારતના આ રાજ્યોમાં એલર્ટ

ભારતીય હવામાન વિભાગ(IMD)એ સોમવારે તેના લેટેસ્ટ બુલેટિનમાં પશ્ચિમ બંગાળ અને મેઘાલય માટે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે ચક્રવાત સિતારંગ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સાગર દ્વીપથી લગભગ 230 કિમી દૂર કેન્દ્રિત છે અને બાંગ્લાદેશ પહોંચતા પહેલા ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે. વાવાઝોડુ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને અને મંગળવારની મધ્યરાત્રિ અને વહેલી સવાર દરમિયાન બાંગ્લાદેશમાં ટિંકના આઇલેન્ડ અને સેન્ડવિચ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

સ્કૂલો બંધ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

સ્કૂલો બંધ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બાંગ્લાદેશની સરહદે આવેલા મેઘાલયના ચાર જિલ્લાઓ - પૂર્વ અને પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સમાં વહીટવટી તંત્રએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મંગળવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. માછીમારોને બપોર સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અને તેની નજીક બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, મણિપુર અને દક્ષિણ આસામમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે કૃષિ અને બાગાયતી પાકો સહિત ઉભા પાકને નુકશાન થવાની ધારણા છે.

એનડીઆરએફ તૈનાત, કંટ્રોલ રૂમની વ્યવસ્થા

એનડીઆરએફ તૈનાત, કંટ્રોલ રૂમની વ્યવસ્થા

હવામાન વિભાગ દ્વારા ઓડિશા, બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને આસામના કેટલાક જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સિતરંગ વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બંગાળના ગંગાસાગર, ડાયમંડ હાર્બર, ગોસાબા અને કાકદ્વિપમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની કેટલીક ટીમો તૈનાત કરવામાં આવી છે. કોલકાતા અને તેની નજીકના હાવડા અને હુગલીના દક્ષિણી જિલ્લાઓમાં હળવા વરસાદને પગલે દિવાળી અને કાલી પૂજાના તહેવારો દરમિયાન ભારે વરસાદની સંભાવના વધી હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ઉપ-વિભાગીય અધિકારી એ ઝિયાએ કહ્યુ કે, 'અમે દવાઓ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. અમે ખાતરી કરીશુ કે બીચ પર કોઈ હિલચાલ ન થાય અને માછીમારીની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય. પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X