For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae Effect: ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટ

Cyclone Tauktae Effect: ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટ

|
Google Oneindia Gujarati News

આજે બુધવારે વહેલી સવારે દિલ્હીમાં ધોધમાર વરસાદ થયો, જેથી વાતાવરણ ઠંડુ પડતાં દિલ્હીજનોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે પહેલેથી જ અહીં વરસાદનું અલર્ટ જાહેર કર્યું હતું. જણાવી દઈએ કે કોરોના સંક્ટ સામે લડી રહેલ ભારતના કેટલાય રાજ્યોમાં વાવાઝોડું તૌકતેએ કહેર મચાવ્યો છે. કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાંડવ મચાવ્યા બાદ હવે આ વાવાઝોડાએ રાજસ્થાન તરફ પ્રસ્થાન કર્યું છે અને તેની અસર આસપાસના રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. જેને કારણે કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં વાદળ વરસ્યાં

ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં વાદળ વરસ્યાં

મંગળવારે હવામાન વિભાગે એલાન કર્યું હતું કે વાવાઝોડાના કારણે દિલ્હી, યુપી, એમપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. આજે માત્ર દિલ્હીમાં જ નહિ બલકે યુપીના કેટલાય શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે અને કાલે અહીં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે.

યુપી-રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું એલર્ટ

યુપી-રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ કહે છે કે આગલા કેટલાક કલાકોમાં યુપીના અતરૌલી, જટ્ટારી, ખુર્જા, જજાઉ, આગરા, મુજફ્ફરનગર, બિજનૌર, મથુરા, રાયા, બરસાના, નંદગાંવમાં હળવાથી મધ્યમ વરસાદ અને વિરાટનગર, કોટપુતલી, ખૈરથલ, ભિવાડી, મહાનીપુર, બાલાજી, મહાવા, નદબઈ, નાગૌર, અલવર, ભરતપુર, ડીગ (રાજસ્થાન)માં ભારે વરસાદની આશંકા છે.

દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદ થઈ શકે

દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદ થઈ શકે

હવામાન ખાતાએ એમ પણ કહ્યું કે 19 મેથી લઈ આગલા ત્રણ દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદ થઈ શકે છે. અહીં ઓરેન્જ એલર્ટ છે. એટલું જ નહિ, આગલા ત્રણ દિવસ સુધી એમપી, બિહાર, ઝારખંડ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વરસાદ થઈ શકે છે, જ્યારે પહાડો પર વાતાવરણ બગડી શકે છે. હવામાન ખાતાએ હિમાચલ અને ઉત્તરાખંડમાં તો ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

Cyclone Tauktae: ગુજરાત-દિવસનું આજે હવાઈ સર્વેક્ષણ કરશે પીએમ મોદીCyclone Tauktae: ગુજરાત-દિવસનું આજે હવાઈ સર્વેક્ષણ કરશે પીએમ મોદી

મૉનસૂન સિઝન જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી રહેશે

મૉનસૂન સિઝન જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી રહેશે

હવામાન વિભાગ મુજબ આ વખતે મૉનસૂન 1 જૂનના રોજ કેરળમાં દસ્તક આપી દેશે, આ વખતે મૉનસૂન સિઝન સારી રહેશે. હવામાન વિભાગ મુજબ મેના અંતિમ સપ્તાહમાં દેશમાં પ્રી-મૉનસૂન ગતિવિધિ થશે અને આ વર્ષે 96 ટકાથી લઈ 104 ટકા સુધી વરસાદ થઈ શકે છે, જે સામાન્યથી સારા વરસાદની શ્રેણીમાં આવે છે. મૉનસૂન સીઝન જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી રહેશે.

English summary
Cyclone Tauktae Effect: Rain falls in Delhi amid orange alert, heavy rain alert in UP Rajasthan too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X